બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / PM Surya Ghar yojana 300 units of free electricity, with subsidy too know how to Apply

ફાયદાની વાત / 300 યુનિટ ફ્રી વીજળી, સાથે સબસિડી પણ..., જાણો શું છે કેન્દ્ર સરકારની આ સ્કીમ? આ રીતે કરો એપ્લાય

Megha

Last Updated: 11:29 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. આ માટે 'PM સૂર્ય ઘર' યોજનામાં સરકાર 75,000 કરોડનું રોકાણ કરી રહી છે અને આર્થિક ભારણ ન પડે એ માટે સબસીડી પણ આપી રહી છે.

નાણામંત્રીએ બજેટ 2024 દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. એ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમના અધિકૃત હેન્ડલ પરથી 'PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના' ની શરૂઆત અંગેની માહિતી શેર કરી હતી. જેની મદદથી વીજબિલ ઘટી જશે. 

UTILITY

સોશિયલ મીડિયા સાઇટ X પરના તેમના સત્તાવાર હેન્ડલ પર એક ટ્વિટમાં, પીએમ મોદીએ નાગરિકોને સૌર ઊર્જા અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, 'લોકોના સતત વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે.'

આ યોજનાને સફળ બનાવવા માટે સરકાર 75,000 કરોડનું રોકાણ કરી રહી છે અને તમારા પર આર્થિક ભારણ ન પડે તેના માટે સરકાર સબસીડી પણ આપી રહી છે.  હવે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તેમાં અરજી કેવી રીતે કરવી, તેની પ્રોસેસ આ વિડીયોમાં બતાવવામાં આવી છે. 

સ્ટેપ 1: 
સૌથી પહેલા તમારે https://pmsuryaghar.gov.in/ પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે તમારી સ્ટેટ અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીની પસંદગી કરવાની રહેશે. આ પછી, વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વિશેની માહિતી આપવી પડશે.

સ્ટેપ 2: 
આ પછી, ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મથી અરજી કરવાની રહેશે.

સ્ટેપ 3: 
ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે, તો તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ નોંધાયેલા વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.

સ્ટેપ 4: 
ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.

સ્ટેપ 5: 
નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.

સ્ટેપ 6: 
કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરો. આ પછી, તમારી સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે.

વધુ વાંચો: 29મી ફેબ્રુઆરી સુધીમાં ઘરે બેઠા કરાવી લો FAStagનું KYC અપડેટ, નહીં તો ભરવો પડશે બમણો Toll Tax

સબસીડી પણ આપવામાં આવશે 
તમારા એકાઉન્ટમાં કેટલી સબસિડી મળશે, તમારે કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે અને વર્ષે કેટલા રૂપિયાની બચત થશે એની ગણતરી માટે પણ પોર્ટલ પર કેલ્ક્યુલેટર આપવામાં આવ્યું છે 

આ વિશેની દરેક માહિતી તમને https://pmsuryaghar.gov.in/  પર મળી રહેશે. તેમાં આપવામાં આવેલ માહિતી અનુસાર જો તમે ઘરમાં 2kW રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તેની કુલ કિંમત 47,000 રૂપિયા થશે. જેના પર સરકાર 18,000 રૂપિયાની સબસિડી આપશે. આ રીતે ગ્રાહકે રૂફટોપ સોલાર લગાવવા માટે 29,000 રૂપિયા ચૂકવવા પડશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ