બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / PM Modis core team is in the grip of IAS IPS IRS officers from Gujarat

VTV વિશેષ / PM મોદીની કોર ટીમમાં આટલા છે ગુજરાત કેડરના અધિકારીઓ, ગણાય છે સૌથી વિશ્વાસુ

Shalin

Last Updated: 12:02 AM, 6 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાત કેડરના અધિકારીઓને ટોચનું સ્થાન મળ્યું છે. તેમની બીજી ટર્મમાં પણ આ પોલિસી જળવાયેલી રહી છે.

હાલ દેશની 4 રેગ્યુલેટરી બોડીઝના વડા ગુજરાત કેડરના અધિકારીઓ છે. જે આ મુજબ છે.

TRAIના ચેરમેન પી ડી વાઘેલા

વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના વતની ગુજરાત રાજયના IAS અધિકારી પી.ડી. વાઘેલાની 2019માં ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સનાં સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ હતી. 1986 બેચના IAS પી.ડી. વાઘેલા ચીમનભાઈ પટેલના શાસનમાં મુખ્યમંત્રીના ડેપ્યુટી સચિવ તરીકે રહી ચૂક્યાં છે. 

કંડલા પોર્ટ ટ્રસ્ટ અને નાગરિક પુરવઠા વિભાગથી લઈને ટેક્સ કમિશનર સહિત અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2019થી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારમાં કામ કરી રહ્યાં હતાં. 2018માં ગુજરાતના વેચાણવેરા કમિશનર તરીકે પી.ડી. વાઘેલાને સમગ્ર દેશમાં GST જાગૃતિ અંગેની શ્રેષ્‍ઠ કામગીરી બદલ ઍવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા. કેન્દ્રમાં ગયા પહેલા તેઓ રાજ્યના વેરા વિભાગમાં મુખ્ય કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને હવે TRAIના ચેરમેન તરીકે મુકવામાં આવ્યા છે.  

કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)ના વડા જી સી મુર્મુ 

G C મુર્મુ ગુજરાત કેડરના 1985ની બેચના IAS અધિકારી છે. તેઓ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના CM હોવાના ગાળામાં રિલીફ કમિશનર, ગુજરાત મેરીટાઈમ બોર્ડના MD તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 

તેઓને 2004માં ગૃહખાતાના જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તેમણે અમિત શાહ જેલમાં હતા તે સમયે કેસ પેપર્સ તૈયાર કર્યા હતા. ત્યાર બાદ તેઓને મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ 2019માં જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના પહેલા લેફ્ટેનન્ટ ગવર્નર તરીકે મુકવામાં આવ્યા હતા અને ત્યાર બાદ 8 ઓગસ્ટના રોજ તેમને CAGનું પદ આપવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC)ના વડા પી કે પૂજારી

P K પૂજારી 1981ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેમણે ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં પાવર, કોમર્શયલ ટેક્સ, ફાઇનાન્સ, ઇન્ડસ્ટ્રીઝ જેવા મહત્વના ખાતા સાંભળ્યા છે. તેઓએ 36થી વધુ વર્ષ સુધી પોતાની સેવાઓ આપી છે. 

તેઓને ફેબ્રુઆરી 2018માં Central Electricity Regulatory Commissionના ચેરમેન તરીકે મુકવામાં આવ્યા હતા. 

ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના વડા રીટા તેવટિયા 

2019માં 1981ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી રીટા તેવટિયાને ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના વડા તરીકે નીમવામાં આવ્યા છે. 

PMOમાં પણ છે ગુજરાત કેડરના અધિકારી પી કે મિશ્રાનો દબદબો

PMO પી કે મિશ્રાના વડપણ હેઠળ ચાલે છે. તેઓ 1972ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ PM મોદી જયારે રાજ્યના CM હતા ત્યારે ગુજરાતમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહી ચુક્યા છે. PM બન્યા બાદ મોદીએ તેમના માટે વિશેષ PMના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી નામની પોસ્ટ બનાવી હતી. ત્યાર બાદ ગયા વર્ષે તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. 

PMના પર્સનલ સેક્રેટરી હાર્દિક શાહ 

આ વર્ષની શરૂઆતમાં એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે હાર્દિક શાહને PMના પર્સનલ સેક્રેટરી તરીકે રાખ્યા છે. શાહ પોતે GPCBમાં જુનિયર એન્જીનિયર હતા. 2010માં તેઓ રાજ્યના IAS અધિકારી બન્યા હતા. તેમને 2017માં મોદીએ દિલ્હી સેન્ટ્રલ ડેપ્યુટેશન ઉપર બોલાવ્યા હતા. 

નરેન્દ્ર મોદીનો પડછાયો ગણાતા સંજય ભાવસાર 

સંજય ભાવસાર GAS કેડરના અધિકારી હતા જેમને ઓફિસર ઓફ સ્પેશ્યલ ડ્યુટી તરીકે 2014માં કેન્દ્રમાં લઇ જવાયા હતા. 2016માં તેમને IASનું પ્રમોશન મળ્યું છે.

PMO સિવાયના ગુજરાત કેડરના IAS અધિકારીઓ

કટિકિથલા શ્રીનિવાસ :

1989ની બેચના ગુજરાત કેડરના આ અધિકારીને એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ (ACC)ના સેક્રેટરી તરીકે આ વર્ષે મુકવામાં આવ્યા છે જે દેશના સૌથી પાવરફૂલ અને પ્રતિષ્ઠિત પદમાંથી એક છે. 

ગુરુપ્રસાદ મહાપાત્રા : 

આ AMCના કમિશનર રહી ચૂકેલા મહાપાત્રા હાલ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડના સેક્રેટરી છે. 

એ કે શર્મા : 

PMOમાંથી બદલી થયા બાદ તેઓ અત્યારે મિનિસ્ટ્રી ઓફ MSMEsમાં ફરજ બજાવી રહ્યા છે.

અનિતા કરવાલ : 

તેઓ અત્યારે સેક્રેટરી પદે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં ફરજ બજાવે છે. 

આર પી ગુપ્તા : 

તેઓ અત્યારે નીતિ આયોગમાં સ્પેશ્યલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. 

ગુજરાત કેડરના પોલીસ અધિકારીઓ 

રાકેશ અસ્થાના 

સુરત વડોદરા જેવા શહેરોમાં પોલીસ કમિશનર રહી ચૂકેલા વિવાદાસ્પદ અધિકારી રાકેશ અસ્થાનાને બહુચર્ચિત CBI vs CBI કેસમાં ક્લીન ચિટ મળી હતી. આ અધિકારી PM મોદીના માનીતા ગણાય છે અને અત્યારે તેઓ BSF અને સુશાંત પ્રકરણથી ચર્ચામાં આવેલા NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના DG તરીકે ફરજ બજાવે છે. 

વાય સી મોદી

દેશમાં આતંકવાદને ડામવા માટે બનાવવામાં આવેલી સંસ્થા NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના DG તરીકે 1984ની ગુજરાત કેડરના અધિકારી વાય સી મોદી ફરજ બજાવી રહ્યા છે. 

એ કે સિંઘ 

અમદાવાદ પોલીસ કમિશનર તરીકે રહી ચૂકેલા અમદાવાદીઓના માનીતા એ કે સિંઘને 2019માં નેશનલ સિક્યોરિટી ગાર્ડ NSGના DG તરીકે મુકવામાં આવ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ