બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / ભાવનગર / Pile Vs Pile fight between two farmers in this village of Gujarat: Firing took place in the midst of commotion and the hillock echoed.

ક્રાઈમ / ગુજરાતનાં આ ગામમાં બે ખેડૂતો વચ્ચે ખૂંટી Vs ખૂંટીનો જંગ : ધમાલની વચ્ચે થયું ફાયરિંગ અને ગૂંજી ઉઠ્યો બરડો ડુંગર

Vishal Khamar

Last Updated: 05:09 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરનાં બરખલા ગામે જમીનનાં ઝઘડામાં ખેડૂતે ફાયરીંગ કરતા પ્રૌઢને ગોળી વાગતા મોત નિપજ્યું હતું. જ્યારે તેનાં ભત્રીજાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  • પોરબંદરનાં બરખલામાં બે ખેડૂતો વચ્ચે થઈ બોલાચાલી
  • ઉગ્ર બોલાચાલીમાં ખેડૂત કર્યું ફાયરીંગ
  • ફાયરીંગમાં પ્રૌઢનું મોત નિપજ્યું

પોરબંદરનો વિખ્યાત બરડો ડુંગર ફરી એકવાર ગોળીઓની ગુંજ થી ગર્જી ઉઠ્યો છે. બરડા પંથકના બખરલા ગામે બે ખેડૂતો વચ્ચે ચાલી રહેલા જમીનના ઝઘડામાં એક ખેડૂતે કરેલા ફાયરીંગમાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના ભત્રીજાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયરીંગની ઘટનાના પગલે નાના એવા બખરલા ગામમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.જો કે પોલીસે ગણતરી ની કલાકો માં આરોપી ને ઝડપી પાડ્યો હતો.

ગોળી પેટનાં ભાગેથી આરપાર નીકળી જતા મૃત્યું નિપજ્યું
પોરબંદરના બખરલા ગામે રહેતા ખીમાભાઈ ગીગાભાઈ ખુંટી અને તેમના ભત્રીજા કિશોરભાઈ માલદ ભાઈ ખુંટીની જમીન ગામના જ અરજણ નરબત ખુંટી નામના શખ્સની બાજુ માં આવેલી છે.આ જમીન નજીક નહેર ખોદવા બાબતે બન્ને ખેડૂતો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અરજણ નરબત ખુંટીએ ખીમા ગીગા અને તેના ભત્રીજા કિશોર માલદે પર ફાયરીંગ કર્યું હતું. જેમાં એક ગોળી ખીમાભાઈને પેટના ભાગે આરપાર નીકળી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કિશોર માલદને ગોળી વાગવાથી ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ઘટનાની જાણ થતા બગવદરના પી.એસ.આઈ. એ.એ. મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ બખરલા ગામે દોડી ગયો હતો.

પોલીસે ફાયરીંગ કરનારને ઝડપી પાડી તેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો
બનાવની જાણ થતાં ડી.વાય.એસ.પી સહિતના અધિકારીઓ દ્વારા શહેરમાં નાકાબંધી કરી હતી. અને પોલીસે ગણતરીની પળોમાં જ ફાયરીંગ કરનાર અરજણ નરબત ખુંટીને ઝડપી લઈ તેની સામે હત્યા તથા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

કોર્ટે આરોપીનાં 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે ફાયરિંગ કરનાર અરજણ નરબત ખુંટીને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી.પોલીસે નામદાર કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ સાથે રજૂ કરતા કોર્ડ દ્વારા 3 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે આરોપી પાસેથી ફાયરિંગમાં વપરાયેલ હથિયાર, કાર્ટીઝ અને કાર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે નાના એવા બખરલા ગામમાં પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ