બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / PI Geeta Pathan was immediately admitted to the hospital

ક્રાઈમની કહાની / હનીટ્રેપ કિસ્સામાં સંડોવાયેલા PI ગીતા પઠાણને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો શું છે કારણ

Shyam

Last Updated: 04:33 PM, 14 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાના માધ્યમથી આધેડ ઉંમરના લોકોને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાના કેસમાં ફસાયેલા PI ગીતા પઠાણે સેનીટાઈઝર પીને આપઘાતનો કર્યો પ્રયાસ

  • હનીટ્રેપમાં ફસાયેલા PI ગીતા પઠાણનો આપઘાતનો પ્રયાસ
  • PI ગીતા પઠાણે સેનેટાઈઝર પીને આપઘાતનો કર્યો પ્રયાસ
  • હનીટ્રેપ કેસમાં ગીતા પઠાણની સંડોવણી સામે આવી હતી

હનીટ્રેપમાં ફસાવીને લોકોને લૂંટવાનું કામ કરતા PI ગીતા પઠાણે પોલીસ કસ્ટડીમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. ખુદ પોલીસના જ ઉચ્ચા પદ પર બેસીને રૂપિયા કમાવવાની લાલચ PI ગીતા પઠાણને મોંઘી પડી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હનીટ્રેપની ઘટનાઓ બનતી હતી. આ ઘટનામાં ખુદ પોલીસ જ ગુનેગારનું કામ કરી રહી હતી. ફેસબુકના માધ્યમથી લોકોને ફસાવવામાં આવતા હતા. અને એક યુવતીની મદદથી ફસાવેલા લોકોને હોટલના રૂમ સુધી લઈ જવાનું કાવતરુ ઘડવામાં આવતું હતું.

આ કામમાં ખુદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ PI ગીતા પઠાણ હતા. તેમનું નામ સામે આવતા મહિલા PI ફરાર થઈ ગયા હતા. જે બાદ ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આજે પોલીસ કસ્ટડીમાં મહિલા PIએ સેનેટાઇઝર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તુરંત તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

તોડપાણીમાં PI ગીતા પઠાણની પણ હતી ભૂમિકા

સોશિયલ મીડીયા પર મીઠી મીઠી વાતો કરીને હુસ્નની જાળમાં ફસાવવાનું કાવતરું ચાલતું હતું. મોટી ઉંમરના શાહુકારોનો શિકાર કરતી ટોળકી હનીટ્રેપન   જેમાં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાના હનીટ્રેપમા ખાખીની સંડોવણી ખુલી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ મહિલા પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ હનીટ્રેપમા રૂપિયા 26 લાખ પડાવ્યા હોવાનુ ખુલ્યુ હતું. ક્રાઈમ બ્રાંચની તપાસમા અન્ય પોલીસ કર્મચારીની સંડોવણી ખુલતા તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

એક યુવતી અલગ-અલગ નામે પોલીસ મથકમાં કરતી હતી દુષ્કર્મની અરજી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હનીટ્રેપના ચકચારી કિસ્સામાં ક્રાઇમ બ્રાંચે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. ગીતા પઠાણ હાલ પાટણ પોલીસ સ્ટેશનમનાં ફરજ બજાવતા હતા. અને ક્રાઈમ બ્રાંચમા હનીટ્રેપની ફરીયાદ બાદ ફરાર હતા. ઘટનાની વાત કરીએ તો ક્રાઈમ બ્રાંચમા અગાઉ એક વેપારીએ હનીટ્રેપની ફરીયાદ નોંધાવી હતી. જેમા અમદાવાદ ક્રાઇમબ્રાંચે જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપીન પરમાર, ઉન્નતી ઉર્ફે રાધીકા રાજપુત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની ધરપકડ કરી હતી. આ આરોપીની પૂછપરછમા પીઆઈ ગીતા પઠાણની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પીઆઈ ગીતા પઠાણ આ ટોળકી સાથે મળીને આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓની ક્રાઇમબ્રાંચે તપાસી છે જેમા ચાર અરજીઓમાં હનીટ્રેપનો ખેલ ખેલાયો હોવાનું ખુલ્યું હતું.

જાણો કેવી રીતે લોકોને પોતાના જાળમાં ફસાવતી યુવતીઓ

પૂર્વ મહિલા પોલીસ મથકમાં સંડોવાયેલા કર્મચારીના ગ્રીનસિગ્નલ મળે ત્યારે ટોળકી પોતાનો ખેલ શરૂ કરતી હતી. અને અંત પણ પોલીસ સ્ટેશનમાં જ થતો હતો. આરોપીઓ સોશિયલ મીડિયામાં આધેડવયના લોકોને યુવતીઓની મદદથી હુસન્નની જાળ ફસાવતા હતા. જાળમાં ફસાયેલા આધેડ લોકોને આ યુવતીઓ મળવા માટે બોલાવતી હતી. મુલાકાતના થોડા દિવસ બાદ હોટલમાં શરીર સંબંધ બાંધવાના બહાને આધેડોને બોલાવવામાં આવતા હતા.  શરીર સંબંધ બાંધ્યાં બાદ યુવતી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની અરજી કરતી હતી. અને આ અરજીઓ પણ લાખો રૂપિયા ખંખેરી લેવા માટે કરાતી હતી.  જેમા PI ગીતા પઠાણની મુખ્ય ભૂમિકા સામે આવી છે. એક જ યુવતીએ અલગ અલગ નામ બદલીને પોલીસ સ્ટેશનમાં અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં પોલીસના કર્મચારીઓના નામ સામે આવ્યા હતા. અગાઉ પણ રાજકોટમાં PI પઠાણની લાંચ લેતા એસીબીએ ધરપકડ કરી હતી. આ સાથે ગીતા પઠાણ વિરૂદ્ધ અનેક અરજીઓ થતા તે વિવાદમાં રહયા છે.

પોલીસ કોન્સ્ટેબલ સાથે પીઆઈ ગીતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. 

પીઆઈ પઠાણ 2009ની પીએસઆઈની બેન્ચના છે. પીએસઆઈ પહેલા તે પોલીસ ખાતામા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન એમટી વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પઠાણ સાથે પ્રેમ થઈ જતાં બન્ને પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી તેઓ ગીતા પઠાણ થઈ ગયા હતા. હનીટ્રેપમા આક્ષેપો વચ્ચે પીઆઈ ગીતા પઠાણની બદલી પાટણ થઈ ગઈ હતી. અને ફરિયાદ નોંધાયા બાદ તેઓ ફરાર થઈ ગયા છે.આ હનીટ્રેપ કાંડમાં અમરબેન સોંલકી નામની મહિલા ફરાર છે. આ મહિલા પીઆઈ ગીતા પઠાણ અને હનીટ્રેપ ગેંગ વચ્ચે સેતુનુ કામ કરતી હતી. હાલમા ક્રાઈમ બ્રાંચે આ મહિલાની શોધખોળ શરૂ કરી છે. એટલુ જ નહિ આ કાંડમા અન્ય પોલીસ કર્મચારીઓના નામ પણ સામે આવ્યા છે. જેથી ક્રાઈમ બાંચે તેઓની ધરકપકડની કાર્યવાહી શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ