petrol price in Bhavnagar exceeds Rs 100, extra burden on people
ભાવ વધારો /
સૌરાષ્ટ્રના આ શહેરમાં પેટ્રોલના ભાવ 100ને પાર, ડીઝલની કિંમતમાં લાગી આગ, લોકોમાં ભારે રોષ
Team VTV01:23 PM, 02 Oct 21
| Updated: 04:19 PM, 02 Oct 21
ભાવનગરમાં ઈંધણના ભાવમાં વધારો થતા શહેરજનોમાં રોષ, પેટ્રોલના ભાવ 99.17 રૂપિયાથી વધીને 100.66 રૂપિયા, ડીઝલનો ભાવ પણ હવે 100 રૂપિયા સુધી પહોંચવાની તૈયારીમાં
ભાવનગરમાં પેટ્રોલ 100ને પાર
લોકોએ ભાવ ઘટાડાની કરી માગ
ડીઝલ પણ 100 રૂપિયાની નજીક પહોંચ્યું
ભાવનગરમાં ઈંધના ભાવમાં વધારો થતા શહેરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલના ભાવ 100 રૂપિયાને વટાવી જતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે. શહેરમાં અગાઉ પેટ્રોલના ભાવ 99.17 રૂપિયા હતો જ હવે વધીને 100.66 રૂપિયા થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ પણ હવે 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.
લોકોએ ભાવ ઘટાડાની કરી માગ
સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધુ ભાવ વધારો ભાવનગરમાં જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે જ્યારે ડીઝલ પણ હવે 99.17 રૂપિયા મોંઘુ મળી રહ્યું છે, જેથી હવે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, એક તરફ કોરોના બાદ સામાન્ય પ્રજાને આર્થિક મંદીની અસર સહન કરવી પડી રહી છે તો બીજી તરફ તેલ કંપનીઓ ઈંધના ભાવમાં સતત વધારો કરી રહી છે. ત્યારે ભાવનગર શહેરવાસીઓ ભાવ ઘટાડાની માંગ કરી રહ્યા છે.
ઈંધણના ભાવમાં સતત ભાવ વધારો
અમદાવાદમાં પણ પેટ્રોલના ભાવમાં 24 પૈસાનો અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ જોતા પેટ્રોલ ડીઝલના ભાવ સદી ફટકારે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ 98.93 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયો છે. ઈંધણના વધતા ભાવની અસર રાજ્યના અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે, આ તરફ રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લીટર 99.11 રૂપિયા તો ડીઝલ પ્રતિ લીટર 97.65 રૂપિયા જ્યારે જામનગરમાં પેટ્રોલમાં 24 પૈસા, ડીઝલમાં 32 પૈસા વધ્યા જેને લઈ પેટ્રોલ પ્રતિ લીટર 98.81 રૂપિયા મોંઘુ બન્યું છે તો ડીઝલ પ્રતિ લીટર 97.07 પ્રતિ લિટર ભાવે મળી રહ્યું છે. વડોદરામાં પણ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 99 રૂપિયા વધ્યા છે તો ડીઝલ પ્રતિ લીટર 97.53 રૂપિયા સુધી વધી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.