બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો કયા-કયા શહેરોમાં છે કેટલી કિંમત, આ રીતે ચેક કરો લેટેસ્ટ રેટ

બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો કયા-કયા શહેરોમાં છે કેટલી કિંમત, આ રીતે ચેક કરો લેટેસ્ટ રેટ

Last Updated: 09:36 AM, 2 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol Diesel Prices : સરકારી તેલ કંપનીઓએ આજે ​​2 જાન્યુઆરી 2025ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ.......

Petrol Diesel Prices : પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવે છે. લેટેસ્ટ અપડેટ મુજબ આજે એટલે કે 2 જાન્યુઆરીએ રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે.

નવા વર્ષમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે ક્રૂડ ઓઈલ વધીને બેરલ દીઠ $75ની નજીક પહોંચી ગયું છે. દરમિયાન, દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં છે, જે દિલ્હી કરતા 12.31 રૂપિયા સસ્તું છે. જ્યારે દિલ્હીની સરખામણીમાં ડીઝલ 9.62 રૂપિયા પ્રતિ લીટર સસ્તું છે. દુનિયાના સૌથી સસ્તા પેટ્રોલની વાત કરીએ તો ઈરાનમાં તે 2.44 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે લિબિયામાં એક લિટર 2.61 રૂપિયા અને 2.99 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અનુસાર આજે 2 જાન્યુઆરી, 2025ના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા અને ડીઝલની કિંમત 87.67 રૂપિયા છે. બીજી તરફ પોર્ટ બ્લેરમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. 82.46 અને ડીઝલનો ભાવ રૂ. 78.05 છે. બ્લૂમબર્ગના મતે આજે કાચા તેલમાં વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો માર્ચ વાયદો 0.88 ટકા ઘટીને બેરલ દીઠ $74.64 થયો હતો. જ્યારે WTIનો ફેબ્રુઆરી વાયદો 0.45 ટકા વધીને બેરલ દીઠ $72.04 પર પહોંચ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 75.13 ડોલર છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 72.20 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે ​​2 જાન્યુઆરી 2025ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.65 અને ડીઝલ રૂ. 89.82 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
  • ચેન્નાઇમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 972 પ્રતિ લીટર

આ શહેરોમાં દરો બદલાયા

  • ગાઝિયાબાદમાં પેટ્રોલ 94.58 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લીટર
  • નોઈડામાં પેટ્રોલ 94.71 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લીટર
  • લખનૌમાં પેટ્રોલ 94.52 રૂપિયા અને ડીઝલ 87.61 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરુગ્રામમાં પેટ્રોલ 95.11 રૂપિયા અને ડીઝલ 87.97 રૂપિયા પ્રતિ લીટર

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

SMS દ્વારા તમારા શહેરમાં તેલના દર કેવી રીતે તપાસશો

અમે તમને જણાવીએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે, વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.

વધુ વાંચો : રોજના 20 રૂપિયાનું રોકાણ 20 વર્ષ બાદ બનાવી દેશે લખપતિ, નિંજા ટેકનિક જાણવા જેવી

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

diesel prices Petrol Diesel Prices Petrol Prices
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ