બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:37 PM, 1 January 2025
વર્તમાનમાં મ્યુચ્યુઅલ ફંડની SIP ઇન્વેસ્ટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. નવેમ્બર 2024 સુધી SIP એકાઉન્ટની સંખ્યા વધીને 10.22 કરોડ થઈ ગઈ, જે ઓકટોબરમાં 10.12 કરોડ હતી. SIP એકાઉન્ટમાં આ તેજી નાના ઇન્વેસ્ટરોના વધતાં રસને દર્શાવે છે.
ADVERTISEMENT

SIP નો બીજો એક ફાયદો એ છે કે આને ઓછા ઇન્વેસ્ટ સાથે શરૂ કરી શકાય છે. આજે ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સ માત્ર 20 રૂપિયા પ્રતિ દિવસના ઇન્વેસ્ટથી પરમીશન આપે છે. નાના-નાના ઇન્વેસ્ટ જ્યારે કંપાઉંડીનગની સાથે જોડાય છે, તો આ સમય સાથે મોટી રકમમાં બદલાઈ જાય છે.
ADVERTISEMENT
જો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 20% સ્ટેપ આપ સાથે 20 રૂપિયા દરરોજ એટલે 600 રૂપિયા દર મહિને SIPમાં ઇન્વેસ્ટ કરો છો તો 20 વર્ષ બાદ આ ફંડ 34 લાખ રૂપિયા સુધી વધી શકે છે. એમ માનીએ કે 14%નું વાર્ષિક રિટર્ન મળે છે તો પહેલા વર્ષમાં તમારે માત્ર 7200 રૂપિયાની જરૂર હશે.

ADVERTISEMENT
જો તમે 14% વાર્ષિક રિટર્નની આશા રાખો છો, તો તમારું કુલ ઇન્વેસ્ટ 20 વર્ષ બાદ 13.44 લાખ રૂપિયા થશે, ત્યારે રિટર્નના રૂપે તમને 20.54 લાખ રૂપિયા મળશે. આ રીતે કુલ તમારી પાસે 33.98 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. આ ખાસ કરીને નાની-નાની બચત કરીને મોટા લક્ષ્યો મેળવવા ઈચ્છે છે તેમના માટે આઇડીયલ ઇન્વેસ્ટમેન્ટ છે.
વધુ વાંચો: ભૂસી નાખજો ATM કાર્ડમાં છપાયેલો આ નંબર, RBI પણ આપી ચૂક્યું છે ચેતવણી
ADVERTISEMENT
જોકે, SIP ઇન્વેસ્ટ સાથે જોખમ પણ જોડાયેલું હોય છે. કારણ કે આ ઇન્વેસ્ટ ઇક્વિટી માર્કેટ પર આધારિત છે, બજારમાં ઉતાર-ચઢાવની અસર તમારા રિટર્ન પર પડી શકે છે. એટલા માટે SIPમાં ઇન્વેસ્ટ કર્યા પહેલા પોતાની જોખમ ઉઠાવવાની ક્ષમતા અને નાણાકીય લક્ષ્યોનું ધ્યાન રાખવું જરૂરી છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.