બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / personal loan you can get personal loan using aadhaar card heres how

કામની વાત / ઘરે બેઠા આધાર કાર્ડની મદદથી જ મળી જશે પર્સનલ લૉન! જાણો કઈ રીતે કરશો ઍપ્લાય

Premal

Last Updated: 05:02 PM, 27 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં લોન લેતા પહેલાંની પ્રક્રિયા ખૂબ સરળ છે. જો તમે લોન લેવા માટે સક્ષમ છો તો તમારે વધારે પુરાવા આપવાની જરૂર નથી. લોન લેવા માટે તમારે બેંકમાં KYC દસ્તાવેજ જમા કરાવવાના હોય છે. જેનાથી બેંકને તમારી બધી માહિતી મળે.

  • આધાર કાર્ડ દ્વારા પણ પર્સનલ લોન માટે અરજી કરી શકશો
  • KYC માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો પુરાવો
  • તમે ઘર બેઠાં ઓનલાઈન અરજી કરી શકશો

રસપ્રદ વાત એ છે કે તમે આધાર કાર્ડ દ્વારા પણ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. KYC માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો પુરાવો છે. આ તમારા આઈડી પ્રુફની સાથે એડ્રેસ પ્રુફ તરીકે પણ કામ કરે છે. આધાર કાર્ડની મદદથી તમને ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મળે છે. જેના માટે તમે ઘર બેઠાં ઓનલાઈન અરજી કરી શકો છો. જેના માટે તમારે એક અરજી ફોર્મ ભરવુ પડશે અને e-KYC પુરાવા આપવા પડશે. તમારે કોઈ પણ પુરાવાની હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂર નથી.

આધાર કાર્ડ દ્વારા લોન લેવાની પદ્ધતિ

સૌપ્રથમ પોતાના બેંકની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર લોગ ઈન કરો
અહીં તમને 'Loans'નો વિકલ્પ મળશે જેમાં તમારે 'Personal Loan' વિકલ્પ પસંદ કરવો પડશે અને તેના પર ક્લિક કરી તમારે એલિઝિબિલિટી ચેક કરવી પડશે પછી 'Apply Now'  પર ક્લિક કરો.
ત્યારબાદ એક એપ્લિકેશન ફોર્મ ભરીને પોતાની પર્સનલ માહિતી જેમકે રોજગાર અને પર્સનલ માહિતી ભરવી પડશે.
ત્યારબાદ તમારી પાસે બેંકનો એક કર્મચારીનો ફોન આવશે, જે તમારી ડિટેઈલ અને લાયકાત ચેક કરશે અને વેરિફિકેશન બાદ તમારી લોન એપ્રુવ થઇ જશે. 
એપ્રુવલ બાદ થોડા સમયમાં તમારા બચત ખાતામાં લોનની રકમ જમા થશે.

કેવીરીતે મળશે લોન

લોન લેવા માટે તમારી ઉંમર 23 વર્ષથી ઓછી હોવી જોઈએ. તમારી પાસે ભારતની નાગરિકતા હોવી અત્યંત જરૂરી છે અને તમારી પાસે જાહેર, ખાનગી અથવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી હોવી જરૂરી છે. તમારો ક્રેડિટ સ્કોર પણ લોન સ્વીકૃતિ માપદંડમાં હોવો જોઈએ. આ સિવાય તમારે તમારી મહિનાની ન્યુનત્તમ આવક પણ બતાવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Aadhaar Services Loan Online Application Personal Loan Personal Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ