બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / People are getting CNG fittings in cars as the price of petrol goes up

મોંઘવારી / ગુજરાતમાં પેટ્રોલની કિંમત આસમાને પહોંચતા કાર ચાલકો અપનાવી રહ્યા છે આ રસ્તો

Shyam

Last Updated: 10:14 PM, 31 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમા સરેરાશ 90 રૂપિયાથી વધારે ભાવ જોવા મળી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં એક વર્ગ હવે પેટ્રોલના ભાવ વધતા CNG તરફ વળ્યો

  • પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી લોકો CNG તરફ વળ્યા
  • CNG કીટ નાંખવાની માંગમાં ઉછાળો આવ્યો
  • અગાઉની સરખામણીએ 50 ટકાનો થયો વધારો

પેટ્રોલ ડીઝલના ભાવ હવે સામાન્ય વર્ગને દજાડી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવના પગલે વાહન ચાલકો સસ્તુ શોધી રહ્યા છે. ત્યારે હવે તેમની આ સસ્તાની શોધ CNG તરફના ઝૂકાવ તરીકે જોવા મળી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ આસમાને આંબી રહ્યા છે. દેશના કેટલાક શહેરોમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પાર કરી ગયો છે. ગુજરાતમા સરેરાશ 90 રૂપિયાથી વધારે ભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સામાન્ય અને મધ્યવર્ગ માટે પોતાનું વાહન ચલાવું મોંઘું થયું છે. મોટી સંખ્યામાં એક વર્ગ હવે પેટ્રોલના ભાવ વધતા CNG તરફ વળ્યો છે. એક સમયે ૪/૫ લોકોની ઇન્કવાયરી CNG કીટનું ફિટિંગ કરવા માટે થતી હતી. પરંતુ CNG કીટ ફિટિંગના માલિકો કહે છે કે, દિવસમાં 10થી વધુ લોકો રોજ માહિતી લઈ રહ્યા છે. 

વાહન ચાલકો પણ હવે કહી કહ્યા છે કે, પેટ્રોલનો ભાવ પોસાય તેમ નથી. કારણ કે, તેની સામે CNG ઘણુ સસ્તું અને સહેલું પડે છે. પેટ્રોલ ભાવ વધતા બજેટ પણ ખોરવાયું છે. સરેરાશ પહેલા પેટ્રોલ મહિનામાં 2થી 3 હજાર જોતું હતું. હવે તે સીધુ 5 હજાર પહોંચ્યું છે. જ્યારે CNG માત્ર 2થી અઢી હજારમાં ચાલી જાય છે. 

પેટ્રોલ ડિઝલના ભાવ વધવાની સાથે અન્ય વસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો છે. અને મોંઘવારી આસમાને પહોંચી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા વાહન ચાલકોનો CNG તરફ ઝૂકાવ વધ્યો છે. ગ્રાહકો પણ હવે પેટ્રોલના ભાવ વધતા બજેટ ખોરવાયું છે. આથી હવે કાર માટે સીએનજી બેસ્ટ હોવાનું કહી રહ્યા છે. સીએનજી કીટ નંખાવાની માગમાં અગાઉની સરખામણીમાં 50 ટકાનો થયો વધારો. એવરેજમાં પણ સીએનજી પેટ્રોલ-ડીઝલના પ્રમાણમાં ખૂબ સસ્તું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ