ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / paternal brother killed sister in love affair

સંબંધોની હત્યા / પ્રેમસંબંધનો ઈનકાર કરતાં ભાઈએ કૌટુંબિક બહેનની કરી હત્યા, મહેસાણાની સમગ્ર ઘટના જાણી ચોંકી જશો

Published By: Khyati

Last Updated: 10:57 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના જોટાણામાં પ્રેમસંબંધની આડમાં સગીરાની હત્યા, પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને હાથ ધરી તપાસ

ADVERTISEMENT

  • મહેસાણાના જોટાણામાં સંબંધોની હત્યા
  • પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી કૌટુંબિક ભાઈએ સગીરાની કરી હત્યા 
  • સાંથલ પોલીસ મથકે પોકસો મુજબ નોધાઇ ફરિયાદ
     

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ધોળા દહાડે હત્યાના બનાવો વધી રહ્યા છે. જાણે કે પોલીસનો કોઇ ડર રહ્યો હોય તેમ લાગતું નથી. અસામાજિક તત્વો કાયદો હાથમાં લેતા ખચકાતા નથી. ત્યારે મહેસાણાના જોટાણા તાલુકામાં નજીવી બાબતે ધારિયા વડે હુમલો કરીને સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી.

કૌટુંબિક ભાઇએ બહેનની કરી હત્યા

જી,હા મહેસાણાના જોટાણા તાલુકામાં પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરીને કૌટુંબિક ભાઇએ સગીરાની હત્યા કરી નાંખી.મહેન્દ્ર રાવળ નામના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સાંથલ પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને શોધવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 

પોક્સો હેઠળ દાખલ થઇ ફરિયાદ

મહેન્દ્ર રાવળ નામનો યુવક સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો. આ અંગે યુવકને સગીરાના પરિવારે ઠપકો આપતા યુવક ઉશ્કેરાઇ ગયો અને સવારના પહોરમાં જ ઘર આંગણે બ્રશ કરતી સગીરા પર હુમલો કરી દીધો. ધારિયા વડે હુમલો કરતા સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટનાને પગલે ફરાર આરોપીને શોધવા માટે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. પરંતુ પરિવારે પોતાની વ્હાલસોયી દિકરીને ગુમાવતા ભારે દુઃખમાં ગરકાવ થયા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

ગુનો દાખલ જોટાણા પોક્સો એક્ટ પ્રેમસંબંધ સગીરાની હત્યા Mehsana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ