બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:19 AM, 29 February 2024
જો તમે પાસપોર્ટની અરજી કરવા જઈ રહ્યા છો અથવા તો વિચારી રહ્યા છો તો તમારા માટે આ ખબર ઉપયોગ સાબિત થઈ શકે છે. ઘણા લોકો સાઈબર ક્રિમિનલ્સના ષડયંત્રમાં ફસાઈ ચુક્યા છે. એનસીઆરમાં તેના હેઠળ ઘણા કેસ નોંધવામાં આવી ચુક્યા છે. ગાઝીયાબાદમાં આ પ્રકારના ઘણા કેસ સામે આવી ચુક્યા છે. માટે ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારીએ લોકોને સાવધાન રહેવા અને પાસપોર્ટ એપ્લાય કરવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
ગાઝિયાબાદ પાસપોર્ટ કેન્દ્રમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશના 14 જિલ્લાના પાસપોર્ટ બને છે. રોજ લગભગ 2200 લોકો પાસપોર્ટ માટે અરજી કરે છે. અમુક લોકો સાઈબર કેફેમાં જઈને અરજી કરે છે અને અમુક લોકો પોતે અરજી કરી લે છે. સાઈબર કેફે વાળાને ખબર હોય છે કે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે અને નકલી વેબસાઈટ કઈ છે. માટે તે સાઈબર ક્રિમિનલ્સના ચંગુલમાં નથી ફસતા પરંતુ જે લોકો સ્વયં અરજી કરે છે અને કોમ્પ્યુટર ફ્રેન્ડલી ઓછા હોય છે તેવા લોકો શકંજામાં આવી શકે છે. ગાઝિયાબાદ પોલીસની પાસે આ પ્રકારની ફરિયાદ પહોંચી છે.
ADVERTISEMENT
આ રીતે ફસાઈ જાય છે લોકો
સાઈબર ક્રિમિનલ્સે સરકારી વેબસાઈટથી મળતા નામ વાળી વેબસાઈટ બનાવી છે. જેને ઈન્ડિયા પાસપોર્ટ, ઓનલાઈન પાસપોર્ટ ઈન્ડિયા, પાસપોર્ટ ઈન્ડિયા પોર્ટસ, પાસપોર્ટ ઈન્ડિયા, પાસપોર્ટ સેવા અને એપ્લાય પાસપોર્ટ અને આજ પ્રકારની કોઈ નકલી વેબસાઈટ બનાવી છે. પાસપોર્ટ માટે અરજી કરતી વખતે લોકો વેબસાઈટ સર્ચ કરે છે અને તેમને ખબર નથી હોતી કે નકલી કઈ છે અને ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે. કોઈ નકલી વેબસાઈટમાં જઈને અરજી કરે છે તો ફ્રોડ અરજી કરનાર પાસે તેમની સંપૂર્ણ ડિટેલ લઈ લે છે.
ફ્રોડ પડાવે છે પૈસા
ડિટેલ લઈને તે પાસપોર્ટ માટે અરજી કરી દે છે પરંતિ સામાન્ય રીતે પાસપોર્ટ અરજીની ફી 1500 રૂપિયા છે પરંતુ તે 4000-5000 સુધી પૈસા વસુલ કરે છે. ત્યાં જ લોગઈન આઈડી અને પાસવર્ડ પણ અરજીકરનારને નથી જણાવતા એવામાં જો અરજીકરનારને અપોઈન્ટમેન્ટ રી-શેડ્યુલ કરવાની છે તો તેમને મુશ્કેલી આવી શકે છે.
સંપર્ક કરવા પર રી-શેડ્યુલ કરવાના નામ પર ફરીથી બેથી ત્રણ હજાર રૂપિયા વસુલ કરે છે. પૈસા ન આપવા પર આ અરજીકનારનું કામ નથી કરતા. ફ્રોડ 2-3 હજાર રૂપિયા જ વધારે લે છે અને જેમનું કામ પહેલી વખતમાં જ થઈ જાય છે તે લોકો પોલીસને ફરિયાદ પણ નથી કરતા.
ઓફિશ્યલ વેબસાઈટ પરથી જ કરો અરજી
ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારીએ જણાવ્યું કે પાસપોર્ટ માટે ઓફિશ્યલ વેબસાઈટ https://www.passportindia.gov.in છે. અરજીકરનારે આ વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. તેના ઉપરાંત કોઈ પણ ઓફિશ્યલ વેબસાઈટ નથી. માટે સાવધાની સાથે પાસપોર્ટ માટે અરજી કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.