બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / Parshotam Rupala statements on Kshatriya society about roti beti practice, Kshatriya society outraged

રાજકોટ / રૂપાલા પ્રચારમાં અડીખમ, વિવાદ ગુજરાતભરમાં વ્યાપ્યો, જુઓ ક્યાં કેવી રીતે થયો વિરોધ

Dinesh

Last Updated: 08:11 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: પરશોતમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ પરના રોટી બેટીના વ્યવહારના નિવેદનથી ક્ષત્રિય સમાજ આહત થયો છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્યભરમાં પરશોતમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે

રૂપાલાના વિરોધનું વંટોળ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટ શહેરથી શરૂ થયેલો વિરોધ હવે ગામે ગામ પહોંચ્યો છે. ગામે ગામ ક્ષત્રિય સમાજ એકત્રિત થઇ જુદી જુદી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે. તથા રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. 

 

જામનગરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત

બોટાદના ગઢડામાં આસપાસના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનોએ એકત્રિત થઈને કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આવેદન પત્ર આપ્યું હતું. તો સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂપાલા હટાવો સ્વમાન બચાવોના સ્લોગન સાથેના પોસ્ટર લાગ્યા હતા. દ્વારકાના ખંભાળીયામાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના યુવકોએ ભાજપના કાર્યક્રમમાં વાવટા બતાવી વિરોધ કરતાં થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા મૌન રેલી યોજી આવેદન આપ્યું હતું.

વાંચવા જેવું: ક્ષત્રિયોએ આંદોલનને આ નામ આપ્યું, ચૂંટણી બેલેટ પેપરથી થાય તેવી રણનીતિ, જુઓ કોને શું કહ્યું?

વિરોધના સમરાંગણમાં ક્ષત્રિયાણીઓ!

પરશોતમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ પરના રોટી બેટીના વ્યવહારના નિવેદનથી ક્ષત્રિય સમાજ આહત થયો છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્યભરમાં પરશોતમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. તથા રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા ઉગ્ર આંદોલન થઇ રહ્યા છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ આગળ આવી છે. અમદાવાદમાં ગુજરાત રાજપૂત મહિલા સંઘની મહિલાઓ એકત્રિત થઇ હતી. મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓ બોપલ પહોંચતા તેમની અટકાયત કરવામાં આવી હતી. રોષ ઠાલવતાં ગુજરાત રાજપૂત મહિલા સંઘના અધ્યક્ષ દશરથબા પરમારે રૂપાલાએ રાજપૂત સમાજના ઈતિહાસને ખંડિત કર્યો હોવાની વાત કરી હતી. તો ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે પહોંચતા પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા. વિરોધના એપી સેન્ટર રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઇ હતી. જેમાં કેસરી સાડી પહેરી મોટી સંખ્યામાં મહિલાઓએ પહોંચી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ગોધરામાં પણ વિરોધની જ્વાળા ઊઠી છે.ગોધરા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. રૂપાલાના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અધિક કલેક્ટરને આવેદન પાઠવાયું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ