બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / Parashottam Rupala controversy Kshatriyas movement the strategy of making elections through ballot papers
Dinesh
Last Updated: 04:37 PM, 6 April 2024
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય સંગઠનોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની ગરાસીયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાનું તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી પી ટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
ધંધુકામાં ક્ષત્રિય સમાજનો સંમેલન યોજાશે
ADVERTISEMENT
ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ થવાની છે એ અમને વિશ્વાસ છે. ઉમેદવારી નોંધાવે તે પહેલાં અમે કેટલાક નિર્ણયો કરવાના છીએ. જે બાબતને લઈ આવતીકાલે ધંધુકા ખાતે અસ્મિતા નામનું વિશાળ સંમેલન યોજાશે. તેમણે વિગતો આપતા કહ્યું કે, ધંધુકાના સંમેલનમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના તમામ સંગઠનો જોડાશે.
કરણસિંહ ચાવડાએ ઉમેર્યું હતું કે, રાજકોટ બેઠક પર 400થી વધુ ઉમેદવારી પત્રો ભરાશે. રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજનુ વિશાળ સંમેલન યોજાશે. જે ગુપ્ત રણનીતિ હોવાથી બાદમાં જાહેર કરાશે.
ક્ષત્રિય સમાજના અગ્રણી પી ટી જાડેજાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજના આંદોલનન ઓપરેશન રૂપાલા નામ અપાયુ છે. અને પદ્મિનીબા વાળાની તબિયત સારી નથી એટલે તેઓ નીકળ્યા નથી. ક્ષત્રિય સમાજના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલનુ કહ્યું કે, અમારૂ આંદોલન ક્ષત્રિય સમાજ પૂરતુ નહી પણ દરેક સમાજને સ્પર્શે છે. રાજકારણીઓમાં નૈતિક અધઃપતન થયુ હોવાથી પાઠ ભણાવાની જરૂર છે. કોઈપણ રાજકારણી બફાટ કરતા સમયે ક્ષત્રિય સમાજના આંદોલનને યાદ કરશે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.