બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panchmahal Morva Hadaf assembly constituencies in covid pandemic

શરમ કરો / તમને કંઈ શરમ જેવું છે કે નહીં? ભાજપની કાલે બાઈક રેલી અને આજે આવા તાયફા

Gayatri

Last Updated: 04:24 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરવા હડફના ફરી એકવાર બેદકરકારીના દ્રશ્યો સામે આવ્યા છે

  • મોરવાહડફ બની શકે છે કોરોના હોટ સ્પોટ
  • પેટા ચૂંટણીના પ્રચારમાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા
  • ભાજપના કાર્યકરોએ ફરી નિયમો મુક્યા નેવે

મોરવાહડફ વિધાનસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર ભારે પડી શકે છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ  વધી રહ્યુ છે એવામાં મોરવા હડફના ફરી એકવાર બેદકરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. આ વખતે પણ ભાજપના જ કાર્યકર્તાઓએ નિયમને નેવે મુક્યા હતા. મોરવાહડફના પેટ્રોલપંપ પર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. તેમણે સોશિયલ ડિસ્ટંસિંગ અને માસ્કના નિયમોનો ભંગ કર્યો હતો. 

આ ભીડમાં પેટ્રોલ ભરાવવા પહોંચેલા મહિસાગર જિલ્લાના મહામંત્રી પણ માસ્કના નિયમને ઘોળીને પી ગયા હતા. તેઓ પણ માસ્ક વગર ભીડ વચ્ચે જોવા મળ્યા હતા. આ પહેલાં મોરવાહડફમાં ભાજપ નેતાએ ચૂંટણી પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. નેતાઓએ બાઈક રેલી યોજી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા. આ દ્રશ્યો બાદ સવાલ થઈ રહ્યા છે કે શું ભાજપના કાર્યકર્તાઓને નિયમોનું ભાન કરાવવા માટે દંડ થશે કે તંત્ર આંખ આડા કાન કરશે.

સળગતા સવાલ 

  • કોરોનાના વધતા કેસ વચ્ચે રેલી કાઢવી કેટલી યોગ્ય?
  • લોકો મરી રહ્યા છે અને નેતાઓને પ્રચાર સૂઝે છે?
  • હોસ્પિટલની બહાર આવેલી લાઈન જોવા ગયા છો ખરા?
  • લગ્નમાં 50 લોકોને મંજૂરી આપો છો અને અહી ભીડ ભેગી કરો છો?
  • લોકો મરી રહ્યા છે પરંતુ તમારો અંતરાત્મા કેમ નથી જાગતો? 
  • ચૂંટણી હોય ત્યા કોરોના ના હોય એમ કેમ માનો છો?
  • રેલીની પરવાનગી આપનારું વહીવટી તંત્ર પણ ઉંઘી ગયું છે કે શું?

17મી એપ્રિલના રોજ યોજાશે પેટાચૂંટણીનું મતદાન
  
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં આ આદિવાસી રિઝર્વ બેઠક પર કોંગ્રેસનો દબદબો  રહ્યો છે. મોરવા હડફ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ ત્રણ વખત ચૂંટણી યોજાઇ 
2 વખત સામાન્ય ચૂંટણી અને 1 વખત પેટાચૂંટણી થઇ હતી. 2 વખત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન માર્યું હતું. પેટાચૂંટણીમાં 1 વખત ભાજપની જીત થઈ હતી. 

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર

17 એપ્રિલે મતદાન યોજાશે અને 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. આ બેઠક પર ખોટા પ્રમાણપત્રને લઇ કોંગ્રેસના ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરાયા હતા. ખોટા પ્રમાણપત્રનો મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને બાદમાં ભૂપેન્દ્ર ખાંટનું  નિધન થયું હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા બેઠક ખાલી જાહેર કરાઇ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ