બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Pakistan has gone bankrupt PAK Defense Minister bursts firecrackers

કંગાળ / 'પાકિસ્તાન દેવાળિયું થઈ ગયું..' PAKના રક્ષામંત્રીએ ફોડ્યો ફટાકડો, જુઓ VIDEO

Kishor

Last Updated: 08:59 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનની સ્થિતિ કંગાળ થઈ ગયાની વાત ખુદ ત્યાંના રક્ષા મંત્રી ખ્વાજા આસીફે સ્વીકારી છે. આ સાથે જ પાકિસ્તાનની જનતામાં ખળભળાટનો માહોલ છે. પાડોશી દેશની હાલક-ડોલક સ્થિતિ ઉપર ખુદ તેમના ટોચના મંત્રીઓ જ બોલવા લાગતા હવે પાક. સરકાર ભારે દ્વિધામાં મુકાઈ ગઈ છે.

  • પાકિસ્તાને દેવાળું ફુક્યું: રક્ષા મંત્રી ખ્વાજા આસીફે કર્યો કંગાળ થઈ ગયાનો સ્વીકાર
  • પાડોશી દેશની હાલક-ડોલક સ્થિતિ
  •  પાક. સરકાર ભારે દ્વિધામાં મુકાઈ ગઈ

છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહેલા અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાનમાં મોંઘવારી ચરમ સીમા પર છે. સ્થિતિ ખૂબ નાજુક બતાવવમાં આવી રહી છે. પ્રજાને ખાવા પીવાના પણ સાંસા પડી રહ્યા છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પાકિસ્તાન દેવાળીયું ફૂંકવાની કગાર પર છે. જોકે હવે પાકિસ્તાનના જ રક્ષા મંત્રીએ એથી પણ વધુ આગળ વાત કરી દીધી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ડિફોલ્ટ થઈ રહ્યું છે એવું નથી. પાકિસ્તાન અત્યારે ડિફોલ્ટ થઈ ચૂક્યું છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર આકરા આક્ષેપો કર્યા

એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં પાકિસ્તાનના સિયાલકોટની એક ખાનગી કોલેજના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા પીએમએલ - એન પાર્ટીના નેતા અને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસીફે જણાવ્યું કે, વાસ્તવિકતા એ છે કે, પાકિસ્તાન ડિફોલ્ટ નથી કરતું, પરંતુ તે પહેલાથી જ ડિફોલ્ટ થઈ ચૂક્યું છે અને આપણે એક નાદાર દેશમાં જીવી રહ્યા છીએ. પોતાના ભાષણ દરમિયાન ખ્વાજા આસીફે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર આકરા આક્ષેપો કર્યા અને તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં આતંકવાદને પરત ફરવા દેવાની અનુમતિ ઈમરાન સરકારે આપી હતી. ઇમરાન ખાને એવો ખેલ ખેલ્યો કે આતંકવાદ આપણી નિયતિ બની ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે, આપણી તમામ સમસ્યાનો ઉકેલ આપના દેશમાં જ છે પણ આપણે આઈએમએફ તરફ જોઈ રહ્યા છીએ.


ત્રણ સપ્તાહ ચાલે તેટલુ જ વિદેશી ભંડોળ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થા સતત ભાંગી રહી છે. વિદેશી મુદ્રા ભંડોળ 3 અબજ ડોલરથી પણ આવી ગયો છે. આયાતની દ્રષ્ટિએ જોઈએ તો આ ભંડાર માત્ર ત્રણ સપ્તાહ ચાલે તેટલો જ છે . એટલે જ પાકિસ્તાનની સંપૂર્ણ આશા આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી મળતી મદદ પર ટકેલી છે. જોકે આઈએમએફ સાથે ડિલમાં ખૂબ અવરોધો આવી રહ્યા છે તેથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે.


પાકિસ્તાનમાં નાણાપ્રધાન રાજીનામુ આપે તેવી માંગ ઉઠી
આવી સ્થિતિમાં પણ પાકિસ્તાની અગ્રણીઓ એક બીજા પર ઠીકરા ફોડી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સના વડા યુસુફ નઝરે જણાવ્યું હતું કે, નાણા પ્રધાન ઇશાક ડાર પાસે વૈશ્વિક ધિરાણકર્તા આઇએમએફ સાથે કામ કરવા અથવા સુધારણા યોજના રજૂ કરવાની કુશળતા નથી. જે ઝડપથી આર્થિક વ્યવસ્થા પડી ભાંગી રહી છે તે અટકાવવું હશે તો ઇશાક ડરે તેના પદ પરથી રાજીનામું આપવું પડશે. જો એવું નહીં થઈ શકે તો આપણે હજુ પણ આથી વધુ ખરાબ દિવસો માટે તૈયાર રહેવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ