બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Only asked for breath, Raphael did not ask: well-known poet angry at Modi government

પ્રહાર / માત્ર શ્વાસ માંગ્યા હતા, રાફેલ નહોતું માંગ્યું : મોદી સરકાર પર ભડક્યા જાણીતા કવિ

ParthB

Last Updated: 01:01 PM, 16 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારીના સંદર્ભે સામન્ય પ્રજાથી લઈ જાણીતા લોકો કેન્દ્રની નિષ્ફળતા પર સવાલો ઉઠાવી રહ્યા છે

  • કવિ કુમાર વિશ્વાસે મોદી સરકારને સંભળાવી આવી વાતો 
  • શિક્ષણ વ્યવસ્થા પર પણ બોલ્યા કુમાર વિશ્વાસ 
  • સરકારે લોકોનો આત્મવિશ્વાસ તોડ્યો, લોકોને છેતર્યા

કવિ કુમાર વિશ્વાસે મોદી સરકારને સંભળાવી આવી વાતો 
હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ હાલ પોતાના ગામડામાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે, તેમના ગામડામાં પણ ઑક્સીજનની અછતના કારણે દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. આ કારણને લઈ તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભારતના લોકો તમારી પાસે "ઑક્સીજન માંગ્યો હતો, રાફેલ નહોતું માંગ્યું". આ શબ્દો તેમણે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યા હતા. તેઓ ગુસ્સે થઈ બોલ્યા "આ બેશરમ લોકો આપણને કહી રહ્યા છે કે અમે આ હોસ્પિટલ બનાવી, અમે આ વ્યવસ્થા કરી, પણ જ્યારે તેમના જ ઘર વાળા બીમાર પડે છે ત્યારે તેઓ સરકારી હોસ્પિટલમાં નહીં, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે."

શિક્ષણ વ્યવસ્થા પર પણ બોલ્યા કુમાર વિશ્વાસ 
સાથે જ શિક્ષણ વ્યવસ્થા પર બોલ્યા કે જો નેતાઓ કહે છે કે તેમણે શિક્ષણ વ્યવસ્થા સુધારી દીધી છે તો પછી શા માટે તેઓ પોતાના બાળકોને પ્રાઇવેટ અને મોંધી સ્કૂલોમાં ભણાવે છે? તેઓ બનાવે છે સરકારી શાળાઓ અને પોતના બાળકોને મોકલે છે DPSમાં. તમે કોને મૂર્ખ બનાવો છો? હવે દેશના લોકોને લીધે જ તમારી ઓળખાણ છે. 

સરકારે લોકોનો આત્મવિશ્વાસ તોડ્યો, લોકોને છેતર્યા
તેમણે આગળ કહ્યું કે રાત્રે આવતા અવાજો ઊંઘવા નથી દેતા, રાત્રે ફોન આવે છે કે બસ અમને બચાવી લો. જો મારા હાથમાં હોત તો ખબર નહીં હું એમને શું આપી શકું? પણ એ લોકો શું માંગી રહ્યા હતા? એ લોકો તો માત્ર શ્વાસ માંગી રહ્યા હતા, ઑક્સીજન માંગી રહ્યા હતા. તેમણે ક્યાં તમારી પાસે કોઈ હવામાં ઉડતું રાફેલ માંગ્યું હતું. પણ તમે ઑક્સીજન ના આપી શક્યા, કેટલા બેશરમ છો તમે" વધુ માં તેમણે કહ્યું કે નેતાઓ આપણી વચ્ચેથી જ આવે છે, એટલે હવે આ નેતાઓને સુધારવા પડશે. તેમણે હાથ જોડીને નેતાઓને વિનંતી કરી કે ગામડાઓને બચાવી લો. જેમણે તમને વોટ આપ્યો, ટેક્સ આપ્યો, તમે એ લોકોનો આત્મવિશ્વાસ તોડ્યો, તમે એ લોકોને છેતર્યા, આ બધો જ હિસાબ ભગવાન કરશે. મતદારોને તો તમે હિન્દુ મુસલમાનમાં વ્યસ્ત રાખ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ