બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Online booking for Shraddha-Tarpan ceremony in Siddpur now, Online Queue Management System portal ready

સુવિધા / સિદ્ધપુરમાં શ્રાદ્ધ-તર્પણ વિધિ માટે હવે ઑનલાઇન બુકિંગ થશે, ‘ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર, વિગતો નોટ કરવા જેવી

Dinesh

Last Updated: 09:09 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Siddharpur news: સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુવિધાયુક્ત બનાવાયુ છે, હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે

  • સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ-તર્પણ વિધિ માટે હવે ઑનલાઇન બુકિંગ
  •  ‘ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર કરાવાયું
  • ઑનલાઈન POS મશીન મારફતે 100% ડિજિટલ ચૂકતે કરી શકાશે


Siddharpur news: દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે. શ્રદ્ધાળુઓ માટે ઑનલાઇન બુકિંગની આ સુવિધા 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુવિધાયુક્ત બનાવાયુ છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે; તે માટે બોર્ડ દ્વારા “ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ” પોર્ટલ તૈયાર કરાયુ છે. આ પોર્ટલ 1 ફેબ્રુઆરીથી કાર્યરત બનશે. 

POS મશીન મારફતે 100% ડિજિટલ ચૂકતે
બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઇચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ વેબસાઈટ :https://yatradham.gujarat.gov.in અથવા એન્ડ્રૉઇડ એપ્લિકેશન: Yatradham Of Gujarat (YOG) મારફતે અથવા સ્થળ પર જ રજિસ્ટ્રેશન ઓફિસ ખાતે Offline રજિસ્ટ્રેશન કરાવી “ટોકન ફી” POS Machine મારફતે 100 ટકા ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ પૂજા વિધિનો લાભ સરળતાથી મળી શકશે. આ પોર્ટલ પર સ્પેશિયલ હૉલ રજીસ્ટ્રેશન, એક પરિવાર દીઠ રજિસ્ટ્રેશન, સ્થાનિક નાગરિકો માટે દર્શન સુવિધા, સ્થાનિક નાગરિકોને શ્રાદ્ધ વિધિ કરવા જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. દેશભરમાંથી શ્રાદ્ધ વિધિ કરવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિ આ પોર્ટલ ઉપર પોતાના સ્વજનની શ્રાદ્ધ વિધિની અરજી ઑનલાઇન રજિસ્ટર કરાવી શકશે તથા રજિસ્ટ્રેશન નંબર પણ મેળવી શકશે. બિંદુ સરોવર ખાતે કઈ તારીખે, કેટલા સમયે અને કયા સ્પૉટ ઉપર તેની વિધિ કરાશે; તે પણ પોર્ટલ પર નિયત થઇ શકશે. રજિસ્ટ્રેશન ફી પણ ઑનલાઈન POS મશીન મારફતે 100% ડિજિટલ ચૂકતે કરી શકાશે.

વાંચવા જેવું: ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો યથાવત: હજુય ત્રણેક નવા રાઉન્ડની શક્યતા, જાણો શું કહે છે આગાહી

સિદ્ધપુર અને આસપાસના તીર્થોના વિકાસ માટે રૂ.33 કરોડનું માસ્ટર પ્લાનિંગ
સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજીત રૂ.70.00 કરોડના ખર્ચે પુન:નિર્માણ કર્યું છેયાત્રાધામને અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થક્ષેત્રનું રૂ.33 કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ પણ હાથ ધરાયુ છે. તેનાથી સિદ્ધપુર શહેર તથા તાલુકા ક્ષેત્રમાં આવેલા તીર્થસ્થળોનો વિકાસ થશે અને યાત્રાળુઓની સુવિધામાં પણ વધારો થશે.સિદ્ધપુર માતૃગયા તીર્થ ક્ષેત્રનો રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે વિકાસ કરી રહી છે જેથી સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી જન્મી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ