બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરીનું કાવતરું, શિક્ષકે 10 લાખના ખંખેર્યા, એક બાતમીથી ખેલ ઉઘાડો

ખુલાસો / પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરીનું કાવતરું, શિક્ષકે 10 લાખના ખંખેર્યા, એક બાતમીથી ખેલ ઉઘાડો

Last Updated: 03:23 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં યોજાયેલી NEET ની પરીક્ષામાં ચોરી કરાવવાનાં કૌભાંડનો પર્દાફ્રાશ થવા પામ્યો છે. પંચમહાલની સ્કૂલનાં શિક્ષક દ્વારા ચોરી કરાવવા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ખંખેર્યા હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આ સમગ્ર મામસે શિક્ષક સહિત અન્ય લોકો સામે ડીઈઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

NEET ની પરીક્ષામાં ચોરી કરાવવાનાં કૌભાંડનો પર્દાફ્રાશ થવા પામ્યો છે. જેમાં પંચમહાલની જય જલારામ સ્કૂલનાં શિક્ષકનાં કારસ્તાનનો પર્દાફ્રાશ થયો હતો. શિક્ષકે ચોરી કરાવવા મામલે વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું હતું. શિક્ષક તુષાર ભટ્ટે 6 વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લીધી હોવાનો ખુલાસો થયો હતો. પેપર કોરૂ રાખવાની વિદ્યાર્થીઓને સૂચના અપાઈ હતી. તપાસ કરાતા ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટની કારમાંથી 7 લાખ રૂપિયા મળ્યા હતા. ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટનાં વોટ્સએપ ચેટ સામે આવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. શિક્ષક તુષાર ભટ્ટ સહિતનાં લોકો સામે ડીઈઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પર્દાફાશ કેવી રીતે થયો?

કલેક્ટરને અંગત બાતમી મળી હતી. ગોધરાનાં પરવડી ચોક પાસે આવેલી જલારામ સ્કૂલમાં કલેક્ટરની આગેવાનીમાં ટીમ પહોંચી હતી. કલેક્ટર તુષા ભટ્ટ પરીક્ષામાં ચોરી કરાવનાર છે તેવી બાતમી મળી હતી. બાતમીનાં આધારે કલેક્ટરની ટીમે શકમંદની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તુષાર ભટ્ટનાં બે માંથી એક મોબાઈલમાં શંકાસ્પદ ચેટ મળી આવી હતી. તુષાર ભટ્ટની વોટ્સએપ ચેટમાં પરશુરામ રોય સાથેની ચેટ મળી આવી હતી. સ્ક્રીનમાં ત્રણ ફોટા મોકલવામાં આવ્યા હતા. 4 મે નાં રોજ પરશુરામ અને તુષાર ભટ્ટ વચ્ચેની ચેટ થઈ હતી. ચેટમાં 3 ફોટા, 16 નામ અને તેની સામે રોલ નંબર તથા પરીક્ષા કેન્દ્ર લખેલા હતા. છેલ્લે 15 નામ નક્કી થયા હતા જેના પેપર સોલ્વ કરાવવાના હતા. વિદ્યાર્થી દીઠ 10 લાખની રકમ નક્કી થઈ છે તેવું ચેટ ઉપરથી જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓએ આવડતા પ્રશ્નો જ લખવાના હતા. બાકીના જવાબ ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં મુકી દેવાના હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ સુપરવાઈઝર લેબમાં આવે છે. OMR શીટ જમા લઈ નક્કી કરેલા વિદ્યાર્થીઓના જવાબ લખી આપે એવું નક્કી થયું છે. 6 પરીક્ષાર્થીઓના નામની લીસ્ટ આરોપી આરીફને મોકલી આપ્યું હતું. આરીફે તુષાર ભટ્ટને 7 લાખ રૂપિયા આપ્યા હતા. પરશુરામ રોય પાસેથી તુષાર ભટ્ટે 10 લાખ રૂપિયા લેવાના નક્કી કર્યા હતા. ડ્રાઈવરની સીટ નીચેથી બે પ્લાસ્ટીકની બેગ મળી હતી.

vlcsnap-2024-05-09-14h57m22s756

માલેતુજારના સંતાનો પોતાના બાળકોને ગોઠવવા કામ કરે છેઃ ડો.મનીષ દોશી

પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા ર્ડા. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, માલેતુજારનાં સંતાનો પોતાનાં બાળકોને ગોઠવવા કામ કરે છે. પેટે પાટા બાંધી માતા-પિતા બાળકોને ભણાવતા હોય છે. કેટલાક માલેતુજાર લોકોનાં લીધે અને સ્કૂલોનાં લીધે આવી ઘટનાઓ બને છે.

vlcsnap-2024-05-09-14h57m28s743

વધુ વાંચોઃ ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન

NEETના સત્તાધીશો દ્વારા CCTVથી સજ્જ કરાયું હતુ બિલ્ડીંગ- ટ્રસ્ટી

નીટ કૌભાંડ મામલે જય જલારામ સ્કૂલનાં ટ્રસ્ટ્રીએ નિવેદન આપ્યું હતું કે પરીક્ષા દરમ્યાન શાળાનું બિલ્ડીંગ શિક્ષણ વિભાગનાં કબજામાં હોય છે. નીટનાં સત્તાધીશો દ્વારા બિલ્ડીંગને સીસીટીવીથી સજ્જ કરાયું હતું. સ્કૂલમાં ગેરરીતી આચરી શકાય તેવી શક્યતા જ નથી. શિક્ષક તુષાર ભટ્ટે શાળા બહાર ગેરરીતિ કરી હોઈ શકે છે. સમગ્ર મામલો સામે આવતા તુષાર ભટ્ટને સસ્પેન્ડ કરાયા છે.

vlcsnap-2024-05-09-14h57m38s515

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ