બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુજરાતના આ શહેરમાં 2 જ દિવસમાં 9 લોકોના મોત, હીટવેવથી બચીને રહેજો! જાણો ઉપાય

એલર્ટ / ગુજરાતના આ શહેરમાં 2 જ દિવસમાં 9 લોકોના મોત, હીટવેવથી બચીને રહેજો! જાણો ઉપાય

Last Updated: 12:58 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પડી રહેલ આકરી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વડોદરામાં આકરી ગરમીથી સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓમાં વધારો થયો છે. બે દિવસમાં 9 લોકોનાં મોત નિપજવા પામતા લોકોમાં ભય ફેલાવા પામ્યો હતો.

ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં તાપમાનનો પારે 45 ડિગ્રી પહોંચ્યો છે. વડોદરામાં પણ 2019 બાદ તાપમાનનો પાર 44.4 ડિગ્રી નોંધાવા પામ્યો છે. વડોદરામા આકરી ગરમીથી સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓમાં વધારો થવા પામ્યો હતો. શહેરમાં માત્ર બે જ દિવસમાં 9 લોકોનાં મોત થવા પામ્યા હતા. આકરી ગરમીને લીધે 2 લોકોનાં હાર્ટ એટેકથી મોત થવા પામ્યા હતા. ગરમ પવનનાં લીધે લોકોને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

SSG Hospital

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

  • ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
  • ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
  • ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
vlcsnap-2024-03-26-07h32m02s952
  • 4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
  • તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
  • હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
  • બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
  • હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.

વધુ વાંચોઃ 3 માસની બિમાર માસૂમ દીકરીને લઇ માતા પહોંચી ભૂવા પાસે, અપાયા ડામ, નિપજ્યું મોત, જો-જો તમે ફસાતા!

  • બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
  • તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodra News heatstroke health related problems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ