બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / People across the state will experience bone-chilling cold for another week

હવામાન / ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો યથાવત: હજુય ત્રણેક નવા રાઉન્ડની શક્યતા, જાણો શું કહે છે આગાહી

Vishal Khamar

Last Updated: 10:17 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થાય. જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 15 ફ્રેબ્રુઆરી સુધીમાં ઠંડીનાં બે થી ત્રણ રાઉન્ડ આવી શકે છે. તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

  • રાજ્યમાં આગામી સમયમાં હાડ થિજવતી પડશે ઠંડી
  • આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થાયઃ હવામાન વિભાગ
  • 15 ફ્રેબ્રુઆરી સુધીમાં ઠંડીનાં બે થી ત્રણ રાઉન્ડ આવી શકેઃ પરેશ ગોસ્વામી

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. તેમજ ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે તાપમાનનો પારો 13 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. 

પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)

શિયાળાની 70 ટકા સીઝન પૂર્ણઃ પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)
આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, હાલ શિયાળાની 70 ટકા સીઝન પૂર્ણ થઈ ગઈ છે.  શિયાળાની સીઝન દરમ્યાન બે થી ત્રણ રાઉન્ડ સારા હતા. આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી. 

વધુ વાંચોઃ ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે, પ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત આ કાર્યક્રમોમાં આપશે હાજરી

આ તારીખ બાદ વધશે તાપમાનનો પારો
તેમજ વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે. ત્યારે આ વર્ષે 2023-24 માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.  માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ 15 ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ