બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / On the day of Janmashtami, Ahmedabad Civil Hospital celebrated the birth of 25 Kanudas and 13 Gopis.

વધામણી / જન્માષ્ટમીના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મોત્સવ, 25 કાનુડા અને 13 ગોપીઓનો થયો જન્મ

Vishal Khamar

Last Updated: 12:06 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમીનાં દિવસે સિવિલ હોસ્પિટલમાં કુલ 38 બાળકોનો જન્મય થયો હતો. જેમાંથી 25 કાનુડાઓ તેમજ 13 ગોપીઓનાં જન્મને વધાવવામાં આવ્યો હતો. આ તમામ બાળકોને ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી મમતા કીટ આપવામાં આવી હતી.

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્માષ્ટમીનાં દિવસે 38 બાળકોનો જન્મ થયો
  • 38 બાળકોમાંથી 25 કાનુડા અને 13 ગોપીઓનો જન્મ થયો
  • ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી દરેક બાળકને મમતા કીટ આપવામાં આવી

 કૃષ્ણણજન્મોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ જન્માષ્ટમીનાં દિવસે બાળકોનો જન્મ થયો હતો. સિવિલ સત્તાધિશો દ્વારા ગત રોજ સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તમામ બાળકોને ટ્રસ્ટ તરફથી મમતા કીટ પણ એનાયત કરવામાં આવી હતી. 

સરકારી હોસ્પિટલમાં 38 બાળકોનો જન્મ થયો

ગત રોજ ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 38 બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી 25 કાનુડા અને 13 ગોપીઓનો જન્મ થયો હતો. ત્યારે 38 પૈકી 29 બાળકોની નોર્મલ ડિલીવરી થઈ હતી. જ્યારે નવ બાળકો સિઝેરિયન સેક્શનથી જન્મ લીધો હતો. તેમજ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આ દરેક બાળકને મમતા કીટ આપવામાં આવી હતી. તેમજ ટ્રસ્ટ્ર દર મહિને સિવિલ હોસ્પિટલને 400 થી 500 મમતા કીટ આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ