બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / On source of political parties' funds, Centre tells Supreme Court 'Have no right

કડક વલણ / રાજકીય પક્ષોને કેટલું મળ્યું ચૂંટણી ફંડ? નહીં જાણી શકાય, કેન્દ્ર સરકારે સુપ્રીમમાં શું જાહેર કર્યું?

Hiralal

Last Updated: 06:16 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે લોકોને રાજકીય પાર્ટીઓના ફંડનો સોર્સ જાણવાનો અધિકાર નથી.

  • રાજકીય પાર્ટીઓના ફંડના સોર્સને લઈને કેન્દ્રનું કડક વલણ
  • લોકોને ફંડના સોર્સ જાણવાનો અધિકાર નથી
  • સુપ્રીમ કોર્ટને કરી દીધી જાણ 

રાજકીય પાર્ટીઓના ફંડના સોર્સને લઈને કેન્દ્રનું કડક વલણ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને તેની જાણ કરી દીધી છે. કેન્દ્રના વકીલ એવા એટર્ની જનરલ આર.વેંકટરામનીએ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓના ફંડનો સોર્સ જાણવાનો લોકોને અધિકાર નથી. તેમણે કહ્યું કે ચૂંટણી બોન્ડ યોજના હેઠળ મળેલા ભંડોળના સ્ત્રોત વિશે જણાવવું યોગ્ય રહેશે નહીં. બંધારણની કલમ 19(1)(એ) હેઠળ લોકોને આ અંગે માહિતી મેળવવાનો અધિકાર નથી. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં વેંકટરામાણીએ કહ્યું હતું કે જ્યાં સુધી વાજબી પ્રતિબંધની સ્થિતિ ન હોય ત્યાં સુધી "કંઈપણ અને દરેક વસ્તુ" વિશે જાણવાનો અધિકાર ન હોઈ શકે. 

ચૂંટણી ફંડ આપનારની પ્રાઈવેસી જરુરી-કેન્દ્ર 
એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું, "જે યોજના વિશે વાત કરવામાં આવી રહી છે તે ફાળો આપનારને પ્રાઈવેસીનો લાભ આપે છે. તે સુનિશ્ચિત કરે છે અને પ્રોત્સાહિત કરે છે કે ત્યાં જે પણ યોગદાન છે, તે કાળું નાણું નથી. તે કરની જવાબદારીઓનું પાલન સુનિશ્ચિત કરે છે. આ રીતે, તે કોઈ પણ વર્તમાન સત્તાનો સંઘર્ષ પેદા કરતું નથી. 

કઈ પાર્ટીઓને કેટલું મળ્યું ચૂંટણી ફંડ- લોકો નહીં જાણી શકે
રાજકીય પક્ષોને મળેલા ચૂંટણી ફંડ કે દાનની વિગતો લોકો સુધી પહોંચે તે કેન્દ્ર સરકાર નથી ઈચ્છતું. કેન્દ્રના આ વિચાર બાદ લોકોને ચૂંટણી ફંડનો સોર્સ ન પણ જાણવા મળી શકે. 

31 ઓક્ટોબરથી સુપ્રીમમાં સુનાવણી 
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ પક્ષો માટે રાજકીય ભંડોળ માટે ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓની બેચ પર 31 ઓક્ટોબરથી સુનાવણી શરૂ કરવાની છે જેમાં કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સીપીઆઈ (એમ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે 2018 ની ચૂંટણી બોન્ડ યોજના પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. વળી, આ યોજના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી એનજીઓની અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ