બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / omicron coronavirus police will be imposed section 144 in mumbai from december 16 to december 31

પ્રતિબંઘો / આ શહેરમાં ઓમિક્રોનને રોકવા 144 લાગુ, આ પ્રતિબંધોની વચ્ચે ક્રિસમસ અને નવા વર્ષનું સેલિબ્રેશન

Dharmishtha

Last Updated: 10:02 AM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમિક્રોનના કેરને કારણે મુંબઈ પોલીસ 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શહેરમાં 144 કલમ લાગૂ કરશે.

  • મુંબઈમાં 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શહેરમાં 144 કલમ લાગૂ થશે
  • તહેવારમાં કોઈ મોટા આયોજનની પરવાનગી નહીં આપવામાં આવે
  • સાર્વજનિક સભાઓનાં આયોજન પર પ્રતિબંધ રહેશે

મુંબઈમાં 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શહેરમાં 144 કલમ લાગૂ થશે

ઓમિક્રોન દેશમા ધીરે ધીરે પગ પસારી રહ્યા છે. રોજ કોઈ ન કોઈ રાજ્યમાં ઓમિક્રોનના મામલા નોંધવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ક્રિસમસ અને નવા વર્ષના આગમન વચ્ચે મુંબઈ પોલીસ 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શહેરમાં 144 કલમ લાગૂ કરશે.

તહેવારમાં કોઈ મોટા આયોજનની પરવાનગી નહીં આપવામાં આવે

સાથે તહેવાર દરમિયાન કોઈ મોટા આયોજનની પરવાનગી નહીં આપવામાં આવે. મુંબઈ પોલીસે પોતાના નિવેદનમાં  કહ્યું કે કોઈ કાર્યક્રમમાં ફક્ત 50 ટકા લોકો જ સામેલ હોવાની પરવાનગી આપવામાં આવશે. સાથે જ કોરોનાની રસી પર ભાર મુકવામાં આવ્યો.

 સાર્વજનિક સભાઓનાં આયોજન પર પ્રતિબંધ રહેશે

કલમ 144 હેઠળ 5 અથવા આનાથી વધારે વ્યક્તિ એક સ્થાન પર એકત્ર ન થઈ શકે સાથે સાર્વજનિક સભાઓનાં આયોજન પર પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દુકાન, પ્રતિષ્ઠાન, મોલ, કાર્યક્રમ અને સભાઓમાં સંપૂર્ણ રીતે રસીકરણ વાલા વ્યક્તિ હોવા જોઈએ અને આવી જગ્યાઓ પર તમામ આવનારા તમામ લોકો અને ગ્રાહકોને રસી લગાવવામાં આવશે.

રસીકરણ કરાવી ચૂકેલા લોકો જ સાર્વજનિક વાહનોમાં પ્રવાસ કરી શકશે

તેમજ રસીકરણ કરાવી ચૂકેલા લોકો જ સાર્વજનિક વાહનોમાં પ્રવાસ કરી શકશે. મહારાષ્ટ્રમાં પ્રવાસ કરનારા તમામ વ્યક્તિઓનું સંપૂર્ણ રસીકરણ થયેલું હોવું જોઈએ. અથવા 72 કલાક પહેલા આરટી પીસીઆર પરિક્ષણનો રિપોર્ટ હોવો જોઈએ.

શું છે સ્થિતિ

મુંબઈમાં બુધવારે કોરોનાના 238 નવા મામલા સામે આવ્યા. આ સાથે સંક્રમિતોની સંખ્યા  7,65,934 થઈ. જો કે આ દિવસે વાયરસના કારણે કોઈ મોત નથી થયુ.  શહેરમાં મરનારાની સંખ્યા 16, 360 છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટના 32 મામલા સામે આવ્યા છે. જેમાં મુંબઈ પણ સામેલ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Mumbai omicron section 144 ઓમિક્રોન કોરોના વાયરસ મુંબઈ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ