બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પેટ્રોલ-ડીઝલ ઓટોને EVમાં કન્વર્ટ કરો! સરકાર આપશે ₹1.50 લાખ સુધીની સબસિડી

photo-story

5 ફોટો ગેલેરી

કામની ખબર / પેટ્રોલ-ડીઝલ ઓટોને EVમાં કન્વર્ટ કરો! સરકાર આપશે ₹1.50 લાખ સુધીની સબસિડી

Last Updated: 09:57 AM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તેલંગાણા સરકાર પેટ્રોલ અને ડીઝલથી ચાલતી ઓટો-રિક્ષાઓને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવા માટે એક નવી યોજના શરૂ કરી રહી છે. આ યોજના હેઠળ, ઓટો-રિક્ષાના માલિકો તેમના હાલના વાહનમાં ઇલેક્ટ્રિક કિટ લગાવી શકે છે, વાંચો સંપૂર્ણ વિગત..

1/5

photoStories-logo

1. આ રાજ્ય સરકારની નવી યોજના

સમગ્ર દેશમાં પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્ન ચાલી રહ્યા છે અને વિવિધ રાજ્યો નવી યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. હવે, તેલંગાણા સરકારે જૂના પેટ્રોલ અને ડીઝલ સંચાલિત ઓટો-રિક્ષાઓને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવા માટે એક નવી યોજના શરૂ કરી છે. ‘તેલંગાણા ઓટો-રિક્ષા ઇલેક્ટ્રિક કન્વર્ઝન સ્કીમ-2026’ નામની આ પહેલનો ઉદ્દેશ્ય હૈદરાબાદમાં પ્રદૂષણ ઘટાડવાનો, જાહેર પરિવહનને સ્વચ્છ અને પર્યાવરણ-અનુકૂળ બનાવવાનો તેમજ ઓટો-રિક્ષા ચાલકો માટે ઇંધણનો ખર્ચ ઘટાડવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ યોજનાને કેબિનેટની મંજૂરી

રાજ્યના પરિવહન મંત્રી પોનમ પ્રભાકરે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ પેટ્રોલ અને ડીઝલ સંચાલિત ઓટો-રિક્ષાઓને તબક્કાવાર રીતે ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ઉપરાંત, જેઓ પોતાની જૂની ઓટો-રિક્ષા બદલવા માંગતા હોય તેમને નવી ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે. સરકારે તાજેતરમાં જ આ યોજના માટે કેબિનેટની મંજૂરી મેળવી છે, અને તેને 'તેલંગાણા રાઇઝિંગ વિઝન-2047'ના લક્ષ્યો સાથે પણ જોડવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 18,766 ઓટો યોજનામાં સામેલ

સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં CURE વિસ્તારમાં 18,766 ઓટો-રિક્ષાઓ કાર્યરત છે જે આ યોજના માટે પાત્ર બની શકે છે, તેમાં 11,254 ડીઝલ અને 7,512 પેટ્રોલ સંચાલિત ઓટોનો સમાવેશ થાય છે. સરકારે ઓટો-માલિકોને બે વિકલ્પો આપ્યા છે. પ્રથમ વિકલ્પ એ છે કે હાલની ઓટોને ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરવી. આ પ્રક્રિયામાં જૂની ઓટોનું ચેસિસ જાળવી રાખીને AIS-123 ધોરણો હેઠળ મંજૂર કરાયેલી ઇલેક્ટ્રિક કિટ લગાવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આર્થિક સહાય મળશે

સરકાર આ હેતુ માટે 1.50 લાખ રુપિયા સુધીની અથવા વાસ્તવિક ખર્ચ આ બેમાંથી જે ઓછું હોય તેટલી આર્થિક સહાય પૂરી પાડશે. આ રકમમાં ઇલેક્ટ્રિક કિટ, ઇન્સ્ટોલેશન ચાર્જ અને જરૂરી ફિટિંગ્સનો સમાવેશ થશે. વાહન માલિકો ફિક્સ્ડ બેટરી કિટ અને સ્વેપેબલ બેટરી કિટ વચ્ચે પસંદગી કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. નવા ઇલેક્ટ્રિક ઓટો ખરીદવા પર પણ સબ્સિડી

બીજો વિકલ્પ એ છે કે, જૂનું પેટ્રોલ કે ડીઝલ ઓટો જમા કરાવીને નવું ઇલેક્ટ્રિક ઓટો ખરીદવું. આવા વ્યક્તિઓને ફેક્ટરી-નિર્મિત અને સરકાર-માન્ય નવા ઇલેક્ટ્રિક પેસેન્જર થ્રી-વ્હીલર માટે 1.50 લાખ રુપિયાની નિશ્ચિત સબસિડી મળશે. ડીલર વાહનની 'ઓન-રોડ' કિંમતમાંથી સબસિડીની રકમ અગાઉથી જ બાદ કરી આપશે, જેનાથી લાભાર્થીએ શરૂઆતમાં ઓછી રકમ ચૂકવવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

get subsidy auto convert into EVs Old petrol- diesel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ