બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / odi world cup 2023 team india semifinal match venue and date 2023

વિશ્વ કપ / ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર, સેમી ફાઈનલમાં ટકરાઈ શકે ભારત-પાકિસ્તાન, બની રહ્યો છે સંયોગ

Hiralal

Last Updated: 08:01 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન વર્લ્ડ કપની સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થાય તો ટીમ ઈન્ડીયાની સેમી ફાઈનલનું સ્થળ મુંબઈ નહીં પરંતુ કોલકાતા બની જશે.

  • વર્લ્ડ કપની સેમી ફાઈનલની રેસ ઝડપી બની 
  • પાકિસ્તાન ક્વોલિફાય થાય તો ઈન્ડીયાનું સેમી ફાઈનલનું સ્થળ બદલાશે 
  • મુંબઈને બદલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં થશે
  • 2008ના હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓનો મુંબઈમાં ઉતરવા પર પ્રતિબંધ છે 

વર્લ્ડ કપની સેમી ફાઈનલની રેસ ઝડપી બની છે. હાલમાં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને બાકીની બે જગ્યા માટે 6 ટીમ વચ્ચે જંગ ચાલુ જ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે ટીમ ઈન્ડીયા પહેલી સેમી ફાઈનલ રમશે. આમ તો ટીમ ઈન્ડીયાનું વાનખેડે સ્ટેડિયમમાં સેમી ફાઈનલમાં રમવું નક્કી છે પરંતુ તે બદલાઈ શકે છે તેને માટે એક સ્થિતિ જવાબદાર ગણાશે. 

પાકિસ્તાની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય તો ભારતની મેચનું સ્થળ બદલાઈ શકે 
સતત 8 જીત સાથે ટીમ ઈન્ડીયા ગ્રુપ સ્ટેજમાં નંબર-1ના સ્થાને છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડેમાં રમાવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને મુંબઈમાં પોતાની સેમીફાઈનલ મેચ રમવાની છે. પરંતુ જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય અને તેઓ ચોથા સ્થાન પર રહે તો ટીમ ઈન્ડિયાની મેચનું સ્થળ બદલાઈ જશે. પ્રથમ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો પોઈન્ટ ટેબલમાં નંબર-4ની ટીમ સામે થશે. નંબર-4 પર પહોંચવા માટે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો વચ્ચે આકરી સ્પર્ધા છે. જો પાકિસ્તાન નંબર-4 પર રહેશે તો તેનો સામનો ભારત સામે થશે. આ સ્થિતિમાં આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.

ક્વોલિફાયના કિસ્સામાં પાકિસ્તાનને મુંબઈમાં કેમ નહીં રમાડાય સેમી ફાઈનલની મેચ 
હકીકતમાં મુંબઈમાં 2008માં આતંકી હુમલો થયો હતો જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષિય શ્રેણી રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ખેલાડીઓને મુંબઈમાં ઉતરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે તો તેની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં યોજાશે, પછી ભલેને ટેબલમાં નંબર ગમે તે હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ