બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Odhav Chanakya International School Gas cylinder Godown

અમદાવાદ / ઓઢવમાં ચાણક્ય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે જ ગેસ સિલિન્ડરનું ગોડાઉન

vtvAdmin

Last Updated: 02:44 PM, 27 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. અને આગમાં ૨૦ જિંગદીઓ બુઝાઇ હતી. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. ફાયર વિભાગ અને તંત્ર દ્વારા ટ્યૂશન ક્લાસીસ અને બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરી હતી. અને ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસીસોને સીલ મારી નોટિસ પાઠવવામાં આવી છે.

પરંતુ આખા ગામમાં નોટિસ ફટકારવામાં આવી પરંતુ તંત્રને ઓઢવમાં પાસે આવેલી ચાણક્ય ઇન્ટરનેશનલ સ્કૂલ  ન દેખાઈ, કારણ કે  સ્કૂલની બાજુમાં જ ગેસ સિલિન્ડરનું ગોડાઉન આવેલું છે. શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ ચાણક્ય ઇન્ટરનેશન સ્કૂલની બાજુમાં એલપીજી સિલિન્ડરની ગોડાઉન આવેલું છે.

જ્યારે સ્કૂલની ફરતે  સિલિન્ડર ભરેલાં ટ્રક જોવા મળે  છે, આ સ્કૂલમાં હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તંત્રની ઘોર બેદરકારી સાથે આંખ આડા કાન કરી રહ્યું છે, સ્કૂલની બહાર એલપીજી ભરેલી ટ્રક ઊભી છે ત્યારે સુરત જેવી ઘટના ફરીવાર બનવાની રાહ જોતું હોય તેમ તંત્રની આંખ હજુ પણ બંધ જ છે.

સ્કૂલની બાજુમાં ગોડાઉન આવેલ હોવાથી જેના કારણે સ્થાનિક લોકોમાં તંત્રને લઈને રોષ જોવા મળી રહ્યો છે. મોતના બનાવ બાદ હવે સ્કૂલ પણ જોખમી બની છે. જોકે હાલમાં સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ગોડાઉન વર્ષો જૂનું છે ચાણક્ય સ્કૂલની પહેલાં પટેલ વાડીની જ મંજૂરી હતી તો પછી આ સ્કૂલ કેવી રીતે બની? સ્કૂલ માટે કોણે મંજૂરી આપી? LPGનું ગોડાઉન વર્ષોથી હતું તો કેમ સ્કૂલ બની? આવા અનેક પ્રશ્નો હાલ તંત્ર સામે ઊઠી રહ્યા છે.

આ અંગે પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેસ્ટ ઓફિસર કાંતુભાઇ પટેલને પૂછતાં તેઓ કહે છે કે જે તે વખતે ઔડાના સમયગાળામાં ગોડાઉનને મંજૂરી આપી હતી તેમ છતાં આ મામલે તંત્ર તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે હાલ સુરતની ઘટના બાદ તમામ કોમર્શિયલ બિલ્ડિંગોથી લઈને નોટિસો ફટકારવામાં આવી છે પરંતુ આ પ્રકારના ગોડાઉનોથી બાળકોને  જોખમી સાબિત થશે તે કોણ જવાબદાર રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ