બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Nutrition Facts and Health Benefits of Penuts

સ્વાસ્થ્ય / દરરોજ ખાઓ મગફળી, થશે ચમત્કારિક ફાયદા

vtvAdmin

Last Updated: 01:35 PM, 25 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીંગદાણાને સસ્તી બદામ કહેવામાં આવે છે. તેમાં લગભગ બધા જ પોષકતત્વ હોય છે જે બદામમાં મળે છે. બદામ મોંઘી હોય જ્યારે મગફળી સસ્તી હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

100 ગ્રામ કાચી મગફળીમાં 1 લિટર જેટલુ પ્રોટીન હોય છે. મગફળીને શેકીની ખાવાથી જેટલી માત્રામાં ખનીજ મળે છે તેટલુ તો 250 ગ્રામ મીટમાં પણ નથી મળતુ. મગફળીને તેલ પણ ઘણી રીતે ફાયદાકારક છે. 

મગફળી ત્વચા પર જીવાણુઓનો ખાત્મો કરી દે છે. મગફળી સાચા અર્થમાં પોષક તત્વોનો ખજાનો કહેવાય છે અને તેને ખાવાથી ઘણા લાભ થાય છે. સીંગદાણામાંથી મળતુ પ્રોટીન એટલુ ફાયદારૂપ છે કે આર્યુવેદમાં મગફળીને તેલનો ઉપયોગ અનેક દવાઓ બનવવા માટે કરવામાં આવે છે.

અઠવાડિયામાં પાંચ દિવસ જો તમે સીંગદાણાનું સેવન કરશો તો હૃદયરોગ થવાની શક્યતા ઘટી જાય છે. આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલ કાબુ રાખવામાં મદદ કરે છે. 

સીંગદાણાના સેવનથી હાડકા મજબૂત બને છે તેનું કારણ છે કે સીંગદાણામાં રહેલુ કેલ્શિયમ અને વિટામિન D. જે હાડકા માટે ખૂબ જ  અસરકારક છે અને સૌથી સસ્તામાં સસ્તી સારવાર છે. 

શરીરની અલગ-અલગ પ્રક્રિયાઓને સારી રીતે ચલાવવા માટે હોર્મોન્સનું બેલેન્સ શરીરમાં રહે તે જરૂરી છે. રોજ મગફળી ખાવાથી પુરુષ તથા સ્ત્રીઓમાં હોર્મોન્સનું બેલેન્સ જળવાઇ રહે છે. 

સીંગદાણામાં પોલિફિનોલિક નામનું એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. એ પેટનું કેન્સર થવાની શક્યતાઓ ઘટાડે છે. અઠવાડિયામાં એક વખત પીનટ બટર ખાવાથી પુરુષો અને મહિલાઓમાં પેટનું કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે. 

સીંગદાણામાંમાં ફોલિક એસિડ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન સીંગદાણામાં ખાવાથી બાળકને ન્યુરલ ટ્યૂબની ક્ષતિ થવાની શક્યતા ઘટી જાય છે, આ સાથે જ મહિલાઓની પ્રજનન ક્ષમતા પણ વધારે સારી થાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ