બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Now you can also link Aadhaar and PAN card through SMS in mobile

ઝંઝટ ટળી ! / એક SMSથી આધાર પાન થઈ જશે લિંક, જરાય નહીં લાગે ટાઈમ, વેબસાઈટ પણ ખોલવી નહી પડે

Kishor

Last Updated: 05:01 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે મોબાઈલમાં એસએમએસ મારફતે પણ તમે આધાર અને પાન કાર્ડ લિંક કરાવી શકો છો. જેના માટે મોબાઇલમાં SMS મોકલવાનો રહેશે.

  • એસએમએસ મારફતે કરાવો આધાર અને પાન કાર્ડ લિંક
  • ઓનલાઈન પણ થઈ શકે છે પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક
  • 30 જૂન 2023 પહેલા લિંક કરવી લેવા અનુરોધ

સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે તાકીદ કરાઈ હતી. જેને લઈને લોકો ગોટે ચડયા છે. પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેમ ન કરવા બદલ દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે તારીખ પહેલા પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી લેવું ફરજિયાત છે. અન્યથા પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે તેવી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.પાન અને આધારને લિંક કરવા મામલે આવકવેરા વિભાગ દ્વારા 30 જૂન 2023 ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ બને દસ્તાવેજો લિંક કરવા માટે 1000 રૂપિયા ચૂકવવાનું પણ જણાવાયું છે. ત્યારબાદ પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આથી બેંક વ્યવહારો સહિતની ઘણી બાબતોની સમસ્યા ઊભી થશે.

તમારું પાન કાર્ડ થશે નિષ્ક્રિય, આવકવેરા વિભાગે આપી ચેતવણી, જલ્દીથી કરી લો આ  કામ | pan card will inactive after 3 months if not link with aadhar card

આ રીતે કરાવો લિંક

હવે મોબાઈલમાં એસએમએસ મારફતે પણ તમે આધાર અને પાન કાર્ડ લિંક કરાવી શકો છો. જેના માટે મોબાઇલમાં SMS મોકલવાનો રહેશે. જેના માટે સૌ પ્રથમ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567678 અથવા 56161 પર SMS મોકલવાનો રહેશે. બાદમાં UIDPAN<space><12 અંકનું આધાર કાર્ડ><space><10 અંક PAN> પછી તેને 567678 અથવા 56161 પર મોકલવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જો કરદાતાઓનું નામ અને જન્મતારીખ આધાર અને PAN બંનેમાં એક જ હોવાનું જણાય તો તેને લિંક કરવામાં આવશે.

નહી તો ચૂકવવો પડશે દંડ

અને જો પાનકાર્ડ માન્ય ન હોય તો આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 272n હેઠળ આકારણી નિર્દેશ બદલ આવી વ્યક્તિને દંડ તરીકે 10,000 રૂપિયા ચૂકવવાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત પાન અને આધાર કાર્ડ લિંક કરવા માટે ઓનલાઇન પણ વ્યવસ્થા છે. જેમાં આવકવેરાની વેબસાઈટ પર મુલાકાત લીધા બાદ આધારકાર્ડમાં આપેલા નામ પાન નંબર અને આધાર નંબર દાખલ કરવાના રહેશે. ત્યારબાદ આધારકાર્ડમાં જન્મનું વર્ષ જ આપવામાં આવ્યું હોય તો તે ટીક કરવાનું રહેશે. હવે કોડ દાખલ કર્યા બાદ લિંક આધાર બટન પર ક્લિક કરી અને પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ