બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Now the fee for 50 per cent seats in private medical colleges will be the same as the government: PM Modi's big announcement

એલાન / મેડિકલ સ્ટુડન્ટ્સ માટે મોટા સમાચાર, PM મોદીએ ફીને લઈને કર્યું મોટું એલાન

Hiralal

Last Updated: 04:26 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી મોદીએ એક મોટી જાહેરાત કરી છે.

  • ખાનગી મેડિકલ કોલેજોને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય 
  • ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા બેઠકોની ફી સરકારી જેવી રાખવી પડશે 
  • ખાનગી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને એક મોટી રાહત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા હતા, જેમને ઓપરેશન ગંગા હેઠળ ભારત લાવવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનમાં તબીબી અભ્યાસ માટે ગયા હતા. એવું કહેવામાં આવે છે કે યુક્રેનમાં તબીબી અભ્યાસ ભારત કરતા ઘણો સસ્તો છે.

અમે નક્કી કર્યું ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી ફી જેટલી જ લેવાશે-પીએમ મોદી 

યૂક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સરકાર આ અંગે ચોક્કસ કંઈક કરશે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજની બરાબર ફી લાગશે.

જન ઔષધિ દિવસે પીએમ મોદીએ કરી જાહેરાત  

પીએમ મોદીએ એવા સમયે લીધો છે જ્યારે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ દાવ પર લાગ્યું છે. સસ્તી ફીના કારણે ઘણા ભારતીયો વિદેશ જઇને મેડિકલનો અભ્યાસ કરે છે. પરંતુ સરકારનું આ પગલું તેમને ભારતમાં અભ્યાસ કરવામાં પણ મદદ કરશે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જન ઔષધિ દિવસ પર વર્ચ્યુઅલ માધ્યમથી લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા થોડા દિવસ પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળશે.

નેશનલ મેડિકલ કમિશને બહાર પાડ્યું હતું નોટિફિકેશન 

કેન્દ્ર સરકાર હેઠળના નેશનલ મેડિકલ કમિશને ખાનગી મેડિકલ કોલેજ અને ડિમ્ડ યુનિવર્સિટીમાં 50 ટકા બેઠકના સંબંધમાં ફીને લઈને નવા નિયમો જારી કરીને વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. નેશનલ મેડિકલ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે ખાનગી મેડિકલ કોલેજની 50 ટકા બેઠકોની ફી સંબંધિત રાજ્ય અને કેન્દ્રની સરકારી મેડિકલ કોલેજ જેટલી રાખવી પડશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જારી નિયમોમાં કહેવાયું કે વ્યાપક સ્તરે વિચાર વિમર્શ કર્યા બાદ એવો નિર્ણય લેવાયો છે કે ખાનગી મેડિકલ કોલેજ અને ડિમ્ડ યુનિવર્સિટીઓમાં 50 ટકા બેઠકોની ફી જે તે રાજ્ય કે કેન્દ્રની મેડિકલ કોલેજો જેટલી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી મેડિકલ ફી ઓછી કરવાની માગ ઉઠી રહી છે અને હવે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. 

સરકાર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સતત મજબૂત કરી રહી છે

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યનાં પડકારોને ધ્યાનમાં રાખીને અમારી સરકાર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સતત મજબૂત કરી રહી છે. આઝાદીના આટલા દાયકા પછી પણ દેશમાં માત્ર એક જ એમ્સ હતી, પરંતુ આજે દેશમાં 22 એમ્સ છે. અમારું લક્ષ્ય દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ખોલવાનું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર પર આગળ વધીને ભારતમાં દરેકના જીવનનું સન્માન થાય એવી કામના. તેમણે કહ્યું હતું કે, થોડા દિવસો અગાઉ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે, જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને મળશે. અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી બેઠકો સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી આકર્ષિત કરશે.

હવે વિદ્યાર્થીઓ ઓછા ખર્ચમાં મેડિકલનું ભણી શકશે
કેન્દ્રના આ નિર્ણય બાદ ખાનગી મેડિકલ કોલેજમાં ભણતા હજારો વિદ્યાર્થીઓને લાભ થશે અને તેઓ હવે ઓછા ખર્ચ મેડિકલમાં અભ્યાસ કરી શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ