બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '...ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે', હવે TET-TATના ઉમેદવારો લડી લેવાના મૂડમાં

ગાંધીનગર / '...ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે', હવે TET-TATના ઉમેદવારો લડી લેવાના મૂડમાં

Last Updated: 03:14 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TET-TAT Candidates News : વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ગોધરા અને જૂનાગઢ જેવાં અનેક શહેરોમાંથી બે હજારથી વધુ શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા

ટેટ-ટાટ પાસ થયેલા ભાવી શિક્ષકોએ કાયમી ભરતી કરવાની માંગણી સાથે ગઈકાલથી વિરોધ શરૂ કર્યો છે. ગઈકાલે પોલીસે બળપ્રયોગ કરીને યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. જોકે મોડી રાત્રિએ તેઓને છોડી દેવાયા હતા. ત્યારે ફરીવાર વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ગોધરા અને જૂનાગઢ જેવાં અનેક શહેરોમાંથી બે હજારથી વધુ શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા છે. તેઓ કોઈ એક જગ્યાએ ભેગા થઈને સચિવાલયને ઘેરાવો કરવાની યોજના ઘડી રહ્યાં છે. જેને પગલે સચિવાલય તરફ જતા તમામ રસ્તાઓ પર બેરીકેડ્સ રાખી દેવાયા છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

બીજી બાજુ ટેટ-ટાટના ઉમેદવારોએ એવું પણ એલાન કર્યું છે કે, જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. તેઓએ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનું રાજીનામું પણ માંગ્યું છે.

ટેટ-ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢી રહ્યાં છે. વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં 80 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો પછી શા માટે તે ભરતી નથી કરાતી? ભુતકાળમાં જયારે પણ રજૂઆતો કરાઈ ત્યારે સરકારે કાયમી ભરતી થશે એવુ આશ્વાસન આપ્યુ હતુ. છેલ્લે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે 15મી જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી થવાની પ્રક્રિયા કરાશે એવુ આશ્વાસન આપ્યુ હતુ. જે મુદત પૂરી થતા જ ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે. ઉમેદવારો કહે છે કે, અમે એક વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ. કાયમી નોકરી માટે અમે આ અગાઉ પણ 12 વખત આંદોલન કર્યુ હતુ. ગઈકાલે પોલીસના દંડા ખાનારા ઉમેદવારોનો આક્રોશ હવે પરાકાષ્ટાએ છે. તેઓ કહે છે કે, જો હવે સરકાર કોઈ જાહેરાત નહી કરે તો અમે શહીદ ભગતસિંહના માર્ગે જઈશે. જો કે, પોલીસે રોડ ઉપર જે યુવતીને ઘસડી હતી તેના સહીતની અન્ય કેટલીયે યુવતીઓએ કહ્યુ કે, અમારા ભાઈની વાત સાચી છે. કેમકે મુંગી અને બહેરી સરકાર હવે અમારુ સાંભળતી નહી હોવાથી શહીદ ભગતસિંહનો માર્ગ જ યોગ્ય છે.

PROMOTIONAL 10

ઉમેદવારો કહે છે કે, હવે અમારામાંથી કેટલાયની ઉંમર 35 વર્ષની થવા આવી છે. ત્યાર બાદ અમને સરકારી શિક્ષક તરકેની નોકરીમાં તક મળવાની નથી. તેઓ કહે છે કે, પોલીસે અમારી સાથે ત્રાસવાદી જેવુ વર્તન કર્યુ છે. કાળઝાળ તડકામાં પોલીસે અમને ડંડા માર્યા છે. રોડ ઉપર દોડાવ્યા.

વધુ વાંચો : તો અમદાવાદમાં બનશે વિશ્વનું પ્રથમ શહીદ વૃક્ષ સ્મારક, કારણ એજન્સીએ કરેલી મોટી ભૂલ

જોકે આ મુદ્દે અમે કુબેર ડીંડોરને મળતા તેઓએ એવું કહ્યું કે, 'શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની દરખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે.' આથી જ્યારે અમે વિનોદ રાવનો મળ્યા તો તેઓએ એવું કહ્યું કે, કાયમી ભરતીની સત્તા શિક્ષણમંત્રી-સરકાર પાસે છે. તમે લોકો ત્યાં રજૂઆત કરો.' અંતે ટેટ-ટાટની યુવક-યુવતીઓની એવી માંગણી છે કે, 'કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીએ આપેલું વચન હવે તેઓ નિભાવે. જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે.'

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar TET-TAT Candidates
Sanjay Vibhakar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ