બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Now Akshay Kumar also became a victim of deepfake, Video viral, may take legal action

મનોરંજન / હવે અક્ષય કુમાર પણ ડીપફેકનો શિકાર બન્યો, Video વાયરલ, લઇ શકે છે લીગલ એક્શન

Megha

Last Updated: 10:14 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા સેલેબ્સ ડીપફેક વીડિયોનો શિકાર બની રહ્યા છે એવામાં હવે અક્ષય કુમાર પણ આ સમસ્યામાં ફસાયા છે. સોશિયલ મીડિયા અક્ષય કુમારનો ડીપફેક વીડિયો પર વાયરલ થઈ રહ્યો છે.

  • અક્ષય કુમારનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
  • વીડિયોમાં અક્ષય કુમારના ચહેરા અને અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
  • ડીપફેક વીડિયો દ્વારા એક ગેમ એપ્લિકેશનને પ્રમોટ કરવામાં આવી છે.  

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો એક્શન સ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં તેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમારની આ ફિલ્મને લઈને હંમેશા કોઈને કોઈ અપડેટ આવતી રહે છે. અક્ષય કુમારની વર્ષ 2024ની આ પહેલી ફિલ્મ હશે જે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આ વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ દરમિયાન અક્ષય કુમારનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

ઘણા સેલેબ્સ ડીપફેક વીડિયોનો શિકાર બની રહ્યા છે, ત્યારે બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમાર પણ આ સમસ્યામાં ફસાયા છે. વાયરલ થયેલ આ ડીપફેક વીડિયોમાં અક્ષય કુમારના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને એક ગેમિંગ એપનો પ્રચાર કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, 'અક્ષયે ક્યારેય આવા કોઈ અભિયાનમાં ભાગ લીધો નથી. આ વીડિયોના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે અને ખોટી જાહેરાત માટે અભિનેતાની ઓળખનો દુરુપયોગ કરવા બદલ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.' 

નવેમ્બર 2023માં પહેલી વખત ડીપફેક વીડિયોનો શિકાર અભિનેત્રી રશ્મિકા મંદના બની હતી. આ પછી આલિયા ભટ્ટ, કાજોલ, કેટરિના કૈફ, નોરા ફતેહીના ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે અક્ષય કુમારનો લેટેસ્ટ ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમારના અવાજ અને ચહેરાનો ઉપયોગ કરીને એક ગેમ એપ્લિકેશનને પ્રમોટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારના આ ડીપફેક વીડિયો બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.  

એક રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા હેન્ડલ અને કંપની વિરુદ્ધ આ નકલી વીડિયો બનાવવા અને વાયરલ કરવા બદલ સાયબર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.' AI-જનરેટેડ વીડિયોમાં અક્ષય કુમાર કહેતો જોવા મળે છે, 'શું તમને પણ ગેમ રમવી પસંદ છે? હું તમને સલાહ આપું છું કે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એવિએટર ગેમ અજમાવો. આ વર્લ્ડવાઈડ લોકપ્રિય સ્લોટ છે અને દરેક લોકો અહીં ગેમ રમે છે.' હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.  

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર પાસે ઘણી મોટી ફિલ્મો છે. અક્ષય કુમારના ચાહકો તેમના પ્રિય અભિનેતાની આ ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમાર 'બડે મિયાં છોટે મિયાં', 'સ્કાય ફોર્સ', 'વેલકમ ટુ ધ જંગલ', 'હેરા ફેરી 3' અને 'વેદત મરાઠે વીર દૌડલે સાત' જેવી ફિલ્મોમાં કામ કરતો જોવા મળશે. તે જ સમયે, અક્ષય કુમાર ફિલ્મ 'સિંઘમ અગેન'માં કેમિયો કરતો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે અક્ષય કુમાર છેલ્લે વર્ષ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મિશન રાનીગંજ'માં જોવા મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ