બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Notice to some Municipalities of Gujarat

કાર્યવાહી / ગુજરાતનું તંત્ર જ લાઇટ બિલ ભરવામાં બેદરકાર: ચાર નગરપાલિકામાં વીજ વિભાગે કાપી નાખ્યું કનેક્શન, લોકો થયા પરેશાન

Malay

Last Updated: 02:50 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની કેટલીક નગરપાલિકાઓને વીજ કંપનીઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે. વીજ કંપનીઓ દ્વારા આ નગરપાલિકાઓને બાકી રકમ ભરપાઈ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો કેટલીક નગરપાલિકાઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

 

  • ગુજરાતની કેટલીક નગરપાલિકાઓને નોટિસ
  • વીજબીલ ભરવા બાબતે આપવામાં આવી નોટિસ 
  • અમુક નગરપાલિકાના કપાયા વીજ જોડાણ 

ગુજરાતની કેટલીક નગરપાલિકાઓના લાઈટ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાએ બિલ ન ભરતા વીજ કંપનીઓએ કેટલીક નગરપાલિકાને નોટિસ ફટકારી છે તો કેટલીક નગરપાલિકાઓના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જાણીએ કઈ-કઈ નગરપાલિકાના કેટલા રૂપિયાના વીજ બિલ ભરવાના બાકી છે. 

ગોધરા નગરપાલિકાને 8.3 કરોડ ભરવાના બાકી
પંચમહાલ જિલ્લાની ચાર નગરપાલિકા પાસે મધ્ય ગુજરાત વીજ કંપનીને લાખો રૂપિયાના વીજ વપરાશ બિલના નાણાં લેવાના બાકી છે, જે મુદ્દે વીજ કંપનીએ સંલગ્ન નગરપાલિકાઓને નોટિસ આપી બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કરવા અલ્ટીમેટમ આપી દીધું છે. વીજ કંપનીએ ચોવીસ કલાકમાં બાકી લાઈટ બિલ નહીં ભરવામાં આવે તો વીજ જોડાણ કાપી નાખવા સુધ્ધા નોટિંસ આપી દીધી છે. પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા નગરપાલિકાને હાલ વીજ કંપનીને 8.33 કરોડ જેટલી માતબર રકમ બાકી વીજ બિલ પેટે ચૂકવવાની થાય છે. જે માટે વીજ કંપનીએ તાજેતરમાં જ પાલિકાને વીજ જોડાણ કાપી નાખવાની ફરજ પડશે એવા અલ્ટીમેટમ સાથે નોટિસ પાઠવી હતી. જે અંગે નગરપાલિકા પ્રમુખ સંજય સોનીએ વીજ કંપનીને બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કરવાની લેખિત ખાતરી આપી વીજ જોડાણ કાપવા કે અન્ય કાર્યવાહી નહીં કરવા જણાવ્યું છે. 

ગોધરા નગરપાલિકા

ગોંડલ અને જસદણ નગરપાલિકાએ વીજ બિલની રકમ ભરી
આ ઉપરાંત જસદણ, ગોંડલ, ધાનેરા, આણંદ જિલ્લાની બોરીયા નગરપાલિકાને વીજ બિલ ભરવાનું બાકી છે. ગોંડલ અને જસદણ નગરપાલિકાના પાસેથી PGVCLએ ઉઘરાણી કરી છે. PGVCLએ બન્ને નગરપાલિકા પાસેથી બીલની રકમ વસૂલી છે.  ગોંડલ નગરપાલિકા પાસેથી 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. જ્યારે જસદણ નગરપાલિકા પાસેથી 9 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે. નગરપાલિકાઓએ વીજબીલ ન ભરતાં PGVCLની ટીમ ગઈ કનેક્શન કાપવા ગઈ હતી. કનેક્શન કપાવાના ભયને લઇ નગરપાલિકાએ વીજબીલ ભર્યું છે.

જસદણ નગરપાલિકા

ધાનેરા નગરપાલિકાનું કપાયું કનેક્શન
બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. નગરપાલિકાએ 2.60 કરોડનું વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું છે. બોર સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસનું વીજ બીલ ભરવાનું બાકી છે. નગરપાલિકાને અગાઉ નોટિસ આપવા છતાં વીજ બીલ ન ભરતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ધાનેરા નગરપાલિકા

બોરીયાવી પાલિકાની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાયું
આ ઉપરાંત આણંદ જિલ્લાની બોરીયાવી નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. 60.15 લાખનું વીજબીલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.  વીજ કંપનીએ વીજ કનેક્શન કાપવા સાથે ગટર અને પાણીનું જોડાણ કાપવાની ચીમકી ઉચ્ચારી છે. સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાવાથી બોરીયાવીના રસ્તાઓ અંધકારમય બન્યા છે.  નગરપાલિકાની બેદરકારીને કારણે સ્થાનિકો અંધારામાં ચાલવા મજબૂર બન્યા છે. 

સલાયા નગરપાલિકાના વોટર વર્કસ શાખાનું કપાયું વીજ કનેક્શન 
દ્વારકાની સલાયા નગરપાલિકા સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા પર કરાયેલી આ કાર્યવાહીના કારણે સ્થાનિકે ભારે મુશ્કેલી વેઠવાનોવારો આવ્યો છે.
વીજ વિભાગે સલાયા નગર પાલિકા વોટર વર્કસ શાખાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ બાકી હોવાથી પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી વિતરણ બંધ કરાયુ છે. નગર પાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કટ થઈ જતાં સલાયા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું છે. છેલ્લા ત્રણ દિવસ થયા, નગરપાલિકામાં પાણી વિતરણ બંધ છે. 45 હજારની વસ્તી ધરાવતું સલાયા ગામ પાણી વગર પરેશાન થઈ ગયું છે. 

સલાયા નગરપાલિકા

ખેડા જિલ્લાની 10 નગરપાલિકાઓના બિલ બાકી
ખેડા જિલ્લાની તમામ 10 નગરપાલિકાના લાઈટ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. તો ખેડા અને મહેમદાવાદ નગરપાલિકાના બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.  જિલ્લાની 10 નગરપાલિકાઓમાં નડિયાદ, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, ચકલાસી, ડાકોર, મહુધા, કણજરી, કઠલાલ, અને ખેડાનો સમાવેશ થાય છે. આ તમામ નગરપાલિકાના બિલ ચૂકવવાના બાકી હોવાથી વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

મહેમદાવાદ નગરપાલિકા

પ્રાંતિજ ન.પાલિકાનું લાઇટ બિલ બાકી
સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાએ છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે જે અંતર્ગત રોજ 82 લાખથી વધારેનું વીજ બિલ થઈ જતા પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ પાલિકાના સ્ટેટ લાઈટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે પાંચ લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે પરંતુ એક તરફ પ્રાંતિજ નગરપાલિકા માં 60 ટકાથી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે. તો બીજી તરફ અનઘડ વહીવટ થતો હોવાની વાત પણ વિપક્ષ દ્વારા કરાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ