ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પિરિયડ મિસ થવું જ નહીં આ 5 સંકેત પણ કરે છે પ્રેગ્નેન્સી કન્ફર્મ, જાણો લક્ષણ

હેલ્થ / પિરિયડ મિસ થવું જ નહીં આ 5 સંકેત પણ કરે છે પ્રેગ્નેન્સી કન્ફર્મ, જાણો લક્ષણ

Published By: Nirav Kumar

Last Updated: 12:08 AM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીરિયડ મિસ થવા એ પ્રેગ્નેન્સીનું લક્ષણ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ સિવાય બીજા સિમ્પ્ટમ્સથી પણ પ્રેગ્નેન્સી વિષે જાણી શકાય છે?

ADVERTISEMENT

જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય છે ત્યારે તેને પીરિયડ આવવાના બંધ થઈ જાય છે અને ત્યાર બાદ જ તે ખરેખર પ્રેગ્નન્ટ છે કે નહીં તે જોવા માટે ટેસ્ટ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, પીરિયડ બંધ થવા સિવાય તેના શરીર બીજા અનેક સંકેતો પણ આપે છે જે સૂચવે છે કે તે માતા બનવાની શક્યતા છે? આ લક્ષણો સામાન્ય રીતે ગર્ભાવસ્થાના પહેલા અઠવાડિયા અને પહેલા મહિનાની વચ્ચે દેખાય છે. આ લક્ષણો એ પણ સૂચવી શકે છે કે તે પ્રેગ્નન્ટ છે કે નહીં. ચાલો તેવા લક્ષણો વિષે જાણીએ.

ગર્ભાવસ્થાના પ્રારંભિક સંકેતો

હળવો રક્તસ્રાવ અથવા સ્પોટિંગ - પ્રેગ્નેન્સીના 5 થી 14 દિવસની અંદર પીરિયડ બંધ થવા અને હળવો રક્તસ્રાવ કે સ્પોટિંગનો અનુભવ થઈ શકે છે. આને ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ કહેવામાં આવે છે. જેમાં લોહીનો રંગ હળવો હોય છે અને તે માસિક સ્રાવ કરતા અલગ દેખાય છે.

VTV DIGITAL

સ્તનમાં ફેરફાર - આ દરમિયાન સ્ત્રીઓ તેમના સ્તનોમાં ફેરફારો જોઈ શકે છે. સ્તન કોમળ, સોજો અને પીડાદાયક બને છે. સ્તનની ડીંટડી મોટું થવું કે કાળું થવું પણ પ્રેગ્નેન્સીની નિશાની હોઈ શકે છે. આ સામાન્ય રીતે બીજા અને છઠ્ઠા અઠવાડિયાની વચ્ચે થાય છે.

વારંવાર પેશાબ - વારંવાર પેશાબ કરવો એ પ્રેગ્નેન્સીનો બીજું એક સંકેત છે. જેમ જેમ ગર્ભાવસ્થા આગળ વધે છે, તેમ તેમ લોહીનું પ્રમાણ વધે છે, જે કિડનીના કાર્યમાં વધારો કરે છે. આ પેશાબનો દર વધારે છે.

મોર્નિંગ સિકનેસ - મોર્નિંગ સિકનેસ કે મોર્નિંગ સિકનેસ અને ઉલટી, પ્રેગ્નેન્સીની નિશાની હોઈ શકે છે. પ્રેગ્નેન્સીની શરૂઆતમાં સ્ત્રીઓમાં આ લક્ષણ ઘણીવાર બીજા લક્ષણો પહેલાં દેખાય છે.

ફૂડ ક્રેવીંગ વધારો - આ દરમિયાન ફૂડ ક્રેવીંગમાં વધારો થાય છે અને તમને એવી વસ્તુઓ ખાવાની ઈચ્છા થઈ શકે છે જે તમે સામાન્ય રીતે ખાતા નથી.

વધુ વાંચો : શું કેન્સરના ખતરાને ઘટાડે છે એસ્પિરિન? જાણો સ્ટડીમાં શું જાણવા મળ્યું

  • પ્રેગ્નેન્સીમાં ક્યારે ટેસ્ટ કરાવવો

જો તમે સેક્સુઅલી રીતે એક્ટીવ હોવ અને તમારા પિરિયડ મિસ થયા ગયા પહેલા કે પછી અહીં ઉલ્લેખિત બીજા કોઈપણ લક્ષણો દેતોખાય તમારે પ્રેગ્નેન્સીનો ટેસ્ટ કરાવવો જોઈએ. સવારનો સમય પ્રેગ્નેન્સીના ટેસ્ટ લેવો જોઈએ. સવારે તમારા પ્રથમ પેશાબ સાથે ટેસ્ટ કરવાથી સૌથી સચોટ રીઝલ્ટ મળે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Symptoms Pregnancy Spotting

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ