બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Tech & Auto / No One Deserves That Much said Mark Zuckerberg Defends Being Billionaire
ADVERTISEMENT
પોતાની સંપત્તિને લઈને ઝકરબર્ગે કરી આવી ટિપ્પણી
વિશ્વના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ માર્ક ઝકરબર્ગે પોતાની સંપત્તિને લઇ એક ચોંકાવનારી ટિપ્પણી કરી છે. 70 અરબ ડોલરની સંપત્તિના માલિક અને વિશ્વભરમાં સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના ફાઉન્ડર ઝકરબર્ગે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ પાસે આટલી વધારે સંપત્તિ રાખવાનો અધિકાર ન હોવો જોઇએ. ઝકરબર્ગે ફેસબુકના કર્મચારીઓ સાથે ટાઉનહોલ મીટિંગમાં કહ્યું કે મને નથી ખબર કે મારી પાસે કોઇ સ્કેલ છે કે કોની પાસે કેટલી સંપત્તિ હોવી જોઇએ. પરંતુ એક સંખ્યા સુધી પહોંચી ગયા બાદ કોઇ પાસે આટલી સંપત્તિ રાખવાનો અધિકાર ન હોવો જોઇએ.
ADVERTISEMENT
મોટાભાગની સંપત્તિનું દાન કરશે ઝકરબર્ગ
ADVERTISEMENT
સંપત્તિના વિષયમાં ચર્ચા છે ત્યારે તેઓએ કહ્યું કે તેમની પત્ની માર્ક ઝકરબર્ગે ફેસબુકની પોતાની તમામ મેસેજિંગ એપ માટે એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શનને લઈને થતી નકારાત્મક વાતો પણ કહી. માર્ક ઝકરબર્ગે કહ્યું મેં મારા જીવનમાં મારી મોટાભાગની સંપત્તિ દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. જો કે અનેક લોકોને આ પણ પૂરતું લાગતું નથી.
ફેસબુકની જૂની પરંપરા છે ટાઉનહોલ
ADVERTISEMENT
માર્ક ઝકરબર્ગની કંપનીના કર્મચારીઓની સાથે ટાઉનહોલ મીટિંગ ફેસબુકની જૂની પરંપરા રહી છે. આ મિટીંગ સામાન્ય રીતે પર્સનલ હોય છે. તે મિટિંગની કોઈ વાતચીત લીક થતી નથી. જો કે આ અઠવાડિયે એક જાણીતી ન્યૂઝ કંપનીએ તે વાતચીત લીક કરી જેમાં એલિઝાબેથ વારેનની ફેસબુકને તોડવાની યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
એલિઝાબેથ પર વિરોધ કાયમ
ADVERTISEMENT
જાણીતી ન્યૂઝ વેબસાઈટ દ્વારા માર્ક ઝકરબર્ગ અને ફેસબુકના કર્મચારીઓની વચ્ચેની મિટિંગને લીક કરવામાં આવી. ફેસબુકના પર્સનલ પ્રશ્નોતરીને સાર્વજનિક કરવામાં આવી. ઝકરબર્ગની એ ટિપ્પણી લીક થઈ જેમાં તેઓએ અમેરિકી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર સેન એલિઝાબેથ વારેનના બિગ ટેક કંપનીઓને તોડવાનો વિરોધ કર્યો હતો.
ઝકરબર્ગે ગુરુવારે સેશનની શરૂઆતમાં કહ્યું કે કંપનીના અનેક લોકો આશ્ચર્યમાં છે. પરંતુ તેઓ રાષ્ટ્રપતિ ઉમેદવારના વિરોધની વાત પર કાયમ છે. એક કલાક સુધી ચાલતી સેશનમાં એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શનની અસર, બાળકોના શોષણ અને અફવાઓ પર કાબૂ મેળવવાથી લઈને ફેસબુક ડેટિંગ જેવા વિષયો પર પણ ચર્ચા થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.