બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / No ghee has been sold by us', statement of M.D. Subhash Patel

અંબાજી વિવાદ / 'સાબર ડેરીના ખાલી ડબ્બામાં અન્ય ઘી ઠાલવવાનું કાવતરું કરાયું, અમારા દ્વારા કોઇ જ ઘીનું વેચાણ નથી થયું', M.D સુભાષ પટેલનું નિવેદન

Vishal Khamar

Last Updated: 02:36 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિરમાં પ્રસાદમાં નકલી ઘી મુદ્દે હવે એક પછી એક નિવેદન સામે આવી રહ્યા છે. સાબર ડેરીનાં MD સુભાષ પટેલે નકલી ઘી મુદ્દે નિવેદન આપ્યું છે કે, સાબર ડેરીના ખાલી ડબ્બામાં અન્ય ઘી ઠાલવવાનું કાવતરૂ છે. અંબાજીમાં મોહિની કેટરર્સનાં સંચાલક સામે ફરિયાદ કરી છે.

  • અંબાજી મંદિરમાં પ્રસાદમાં નકલી ઘી નો મામલો
  • સાબર ડેરીનાં M.D સુભાષ પટેલનું નિવેદન
  • સાબર ડેરી દ્વારા કોઈ પણ પ્રકારના ઘીનું વેચાણ નથી થયું: સુભાષ પટેલ

અંબાજી મંદિરમાં પ્રસાદમાં નકલી ઘી મુદ્દે સાબર ડેરીનાં એમડી સુભાષ પટેલે નિવેદન આપ્યું છે કે, સાબર ડેરી દ્વારા કોઈ પણ પ્રકારનાં ઘી નું વેચાણ થયું નથી. તેમજ સાબર ડેરીનાં ખાલી ડબ્બામાં અન્ય ઘી ઠાલવવાનું કાવતરૂ છે. સાબર અને અમુલ ડેરીને બદનામ કરવાની કોશિષ છે. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને છોડવામાં નહી આવે તેમજ અંબાજીમાં મોહિની કેટરર્સનાં સંચાલક સામે ફરિયાદ કરી છે.  આ મામલે જરૂર જણાશે તો કોર્ટમાં જઈશું. 

શું છે સમગ્ર મામલો
દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર 2023 સુધી ભાદરવી પૂનમનાં મહામેળો યોજાયો હતો. ત્યારે  આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાનાં દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યારે મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા ઘી નો સ્ટોક કરવામાં આવ્યો હતો.  જે ઘી શંકાસ્પદ લાગતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘી નાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા હતા. જે ઘી નાં સેમ્પલનો  રિપોર્ટ ફેલ આવતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  ઘી નાં સેમ્પલ ફેલ થતા બનાસ ડેરીમાંથી ઘી લાવીને તેનો પ્રસાદમાં ઉપયોગ થયો હતો. 

નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું
મોહિની એજન્સીએ નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદેલું હોવાનું જાણવા મળતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. માધુપુરા વિસ્તારમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યુ છે. AMC અને ગાંધીનગરથી આવેલ ઉચ્ચ આધિકરિઓ તપાસ હાથ ધરી હતી. જે બાદ આ દુકાન સીલ કરવામાં આવી છે. જે સીલ સાથે એક ખાસ નોટિસ પણ લગાવવામાં આવી છે.  

મોહનથાળના પ્રસાદ મુદ્દે કલેકટરનું નિવેદન 
અંબાજી મંદિરનાં પ્રસાદ માટેનાં ઘી નાં સેમ્પલ ફેલ થયા બાદ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  જેમાં અંબાજી મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ શરૂ કરાશે. મોહિની કેટરર્સને પ્રસાદ ઘરથી દૂર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ આ બાબતે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોઈ એજન્સીના કામ સોંપાયું નથી. મેળા દરમિયાન ભક્તોને શુદ્ધ ઘી નો પારસાદ અપાયો છે. જે ઘી નાં સેમ્પલ લેવાયા હતા. તે ઘી પ્રસાદમાં વપરાયું નથી. બનાસ ડેરીનાં ઘી દ્વારા બનાવેલો પ્રસાદ ભક્તોને અપાયો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ