બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

VTV / ભારત / Nitish Kumar To Swap Alliances Again? Meetings In Bihar, BJP Huddle In Delhi

બિહાર / 'રાજકીય ભૂકંપ' પહેલા મોટા સમાચાર, નીતિશ-લાલુની બેઠક, રાહુલ-ભાજપ નેતાઓના દિલ્હીમાં ધામા, જાણો શું થશે?

Hiralal

Last Updated: 06:06 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં જેડીયુ-આરજેડી ગઠબંધન તૂટવાની તૈયારીમાં છે. રાજકીય ભૂકંપ પહેલા નેશનલ લેવલે મોટો ધમધમાટ શરુ થઈ ગયો છે.

  • બિહારમાં જેડીયુ-આરજેડી ગઠબંધન તૂટવાની તૈયારીમાં 
  • બિહારના રાજકીય ભૂકંપ પહેલા મોટો ધમધમાટ
  • નીતિશ અને લાલુએ કરી અલગ અલગ બેઠકો
  • ન્યાય યાત્રા અટકાવીને રાહુલ દિલ્હી આવ્યાં
  • બિહાર ભાજપના ટોચના નેતાઓ પણ દિલ્હી આવ્યાં 

લોકસભા ચૂંટણી પહેલા બિહારની રાજનીતિમાં ફરી રાજકીય ભૂકંપ આવે તે લગભગ નક્કી છે. જેડીયુ-આરજેડી ગઠબંધન તૂટું-તૂટું થઈ રહ્યું છે. ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન નેતાઓએ પોતાપોતાના સોગઠા ગોઠવવાનું શરુ કરી દીધું છે. સૌથી પહેલા સીએમ નીતિશ કુમાર પાર્ટીની ટોચની બેઠક બોલાવીને ચર્ચા કરી સામે લાલુએ પણ આરજેડી બેઠક બોલાવીને મંથન કર્યું. બીજી તરફ તક જોઈને ભાજપે પણ ઝુકાવી દીધું છે અને બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચોધરી અને દિગ્ગજ નેતા અશ્વિની ચોબે પણ દિલ્હી જવા રવાના થયા છે. 

ક્યાં ફસાયો પેચ 
રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે ભાજપ નીતિશને એનડીએમાં ફરી લેવા તો તૈયાર છે પરંતુ કોઈ કાળે સીએમ પદ આપવા તૈયાર નથી. ન્યૂઝ ચેનલે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, ભાજપ હવે નીતિશને મુખ્યમંત્રી બનાવવા તૈયાર નથી અને આ વાત જેડીયુ સુધી પહોંચાડવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે જેડીયુ અધ્યક્ષ નીતિશ હજુ સીએમ પદ છોડવા તૈયાર નથી. મહાગઠબંધનમાં સમસ્યાની ચર્ચામાં કહેવાય છે કે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ યાદવ પોતાના પુત્ર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર સીએમ બનવા માટે દબાણ કરી રહ્યા છે. જેડીયુને આ પસંદ નથી આવી રહ્યું. નીતીશે અગાઉ કહ્યું હતું કે તેજસ્વી 2015ની ચૂંટણીમાં નેતૃત્વ કરશે અને તે તેમનું સર્વસ્વ છે. પરંતુ દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની ચોથી બેઠક બાદથી જ નીતિશનો વિચાર બદલવાની અટકળો ચાલી રહી છે.

શું બોલ્યાં સુશીલ મોદી 
બિહારમાં ભાજપના મોટા નેતા અને નીતિશ સરકારમાં અનેક વખત ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ નીતિશની એનડીએમાં વાપસી પર ભાજપના વલણમાં નરમાઈના સંકેત આપ્યા છે. પાર્ટીથી દૂર ગયેલા પક્ષોને લાવવાના સવાલ પર અમિત શાહે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે જો કોઈ પ્રસ્તાવ આવશે તો તેના પર વિચાર કરવામાં આવશે. હવે સુશીલ મોદીએ કહ્યું છે કે ગઠબંધન અને બેઠકોની વહેંચણીનો નિર્ણય પાર્ટી નેતૃત્વ દ્વારા લેવામાં આવે છે. ભાજપના દિગ્ગજો પણ દિલ્હી જવા ઉપડી ગયા છે. 

બધુ મરજી પ્રમાણે ન થાય તો નીતિશ વિધાનસભા ભંગ કરી શકે 
રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે, જો નીતિશના મતે બધું બરાબર નહીં થાય તો તેઓ વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. જો લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી થાય તો નીતિશ કોઈપણ ગઠબંધનમાં રહે તો નીતિશને જેડીયુના ધારાસભ્યોની સંખ્યા વધારવાની તક મળી શકે છે. હાલ જેડીયુ ત્રીજી સૌથી મોટી પાર્ટી છે પરંતુ ભાજપ અને હવે આરજેડીના સમર્થનથી સરકારનું નેતૃત્વ કરી રહી છે.

સીએમ પદ છોડે તો જ નીતિશની એનડીએમાં વાપસી 

બિહારમાં RJD-JDU અણબનાવની ખબરો વચ્ચે ફરી એક વાર ભાજપ સક્રિય બન્યો છે. નીતિશ કુમાર ગમે ત્યારે લાલુ સાથે છેડો ફાડી શકે છે અને આવી સ્થિતિમાં ભાજપને મોટી તક સાંપડી છે. સૂત્રોનો દાવો છે કે ભાજપે નીતિશ કુમારને એનડીએમાં પાછા લેવા માટે એક મોટી શરત મૂકી છે. ભાજપે સ્પસ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો નીતિશ કુમાર એનડીએમાં પાછા આવવા માગતા હોય તો તેમણે સીએમ પદ છોડવું પડશે એટલે ભાજપ આ વખતે નીતિશને જેમતેમ નથી લેવા માગતો આ માટે તેણે આકરી શરત મૂકી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બે વાર આવું કરી ચૂક્યાં છે. પહેલા ભાજપ સાથે સરકાર, પછી ભાજપમાંથી નીકળીને આરજેડી સાથે ફરી પાછા આરજેડીમાંથી નીકળીને ભાજપ સાથે આવું નીતિશ ઘણી વાર કરી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ