બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / New twist in Collector Kamlila scandal, Russia's mission to crash, world's eyes on India, news super fast

2 મિનિટ 12 ખબર / કલેકટર કામલીલાકાંડમાં નવો વળાંક, રશિયાનું મિશન મુન ક્રેશ દુનિયાની નજર ભારત પર, ગુજરાત કોંગ્રેસના બે નેતાના શિરે મોટી જવાબદારી

Dinesh

Last Updated: 07:04 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : બંગાળની ખાડીમાં બનેલા લોપ્રેસરના કારણે દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની  આગાહી  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કરી છે

 હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેસર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. આ લોપ્રેશર ઉતર તરફ ગતિ કરતા ગુજરાત ઉપર સીયર ઝોન સર્જાયો છે. 21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 

ગઈકાલે સુરત જીલ્લામાં મેઘ મહેર થવા પામી હતી. જેમાં બારડોલીનાં તેન, બાબેન, આફલા, ઈસરોલી સહિતનાં વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. સાબરકાંઠાનાં વિજયનગર અને હિંમતનગરમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. લાંબા સમયનાં વિરામ બાદ વરસાદ આવતા પાકોને જીવનદાન મળ્યું છે. વિજયનગરનાં કોડિયાવાડા, દઢવાવ, બાલેટા સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં પંચાયત સેવાના વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ જિલ્લા ફેરબદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને લઈ હવે પંચાયત સેવાના વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી થશે. ગુજરાતમાં પંચાયત સેવાના વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીને લઈ મોટી અપડેટ સામે આવી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ જિલ્લા ફેરબદલી પ્રક્રિયા થશે. જેને લઈ હવે 1179 કર્મચારીઓની ઇન્‍ટર ડીસ્ટ્રીક્ટ ટ્રાન્સફર્સને મુખ્યમંત્રીની મંજૂરીની મહોર લાગી ગઈ છે. 

CM Bhupendra Patel approved the inter-district transfer of Class-III and IV personnel

 ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગંગનાની નજીક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. બસ ખીણમાં ખાબકતા 7 ગુજરાતીઓનાં મોત નિપજ્યા હતા. તેમજ 22 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે બસમાં 33 જેટલા મુસાફરો સવાર હતા. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસમાં 33 ભક્તો હતા. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ 20ને સુરક્ષિત બચાવી લેવાયા છે.

Big accident on Uttarakhand's Gangotri highway, 7 Gujaratis killed, more than 22 injured as bus plunges into valley

રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે. શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણાધિકારીઓને માહિતગાર કર્યા અને એક ઓડિયો ક્લીપ જાહેર કરી શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે.શિક્ષણ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ટ્રેક કરી માહિતી એકત્ર કરવા સૂચના આપી છે. અમદાવાદ જિલ્લાના 10,000 ડ્રોપઆઉટ વિધાર્થીઓને પાછા લાવવા આદેશ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે કે, ગુજરાતમાં શિક્ષણ કથળ્યું છે. કોગ્રેસ નેતા હેમાંગ રાવલે ડ્રોપઆઉટ રેશિયો પર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાતમાં ડ્રોપ આઉટ વિધાર્થીઓનો સાચો આકંડો 1 લાખથી વધુ તેમજ સરકાર શાળા પ્રવેશોત્સવના નામે માત્ર તાયફા કરતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.

2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાની 39 સભ્યોની નવી ટીમની જાહેરાત કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી તરીકે ઓળખાતી આ કમિટી કોંગ્રેસમાં નિર્ણયો લેતી મહત્વની સમિતી છે જેમાં ગુજરાતના બે નેતાઓને પણ સ્થાન મળ્યું છે. કોંગ્રેસ પ્રેસિડન્ટ ખડગેની 39 સભ્યોની નવી ટીમમાં ગુજરાત તરફથી જગદીશ ઠાકોર અને દિપક બાબરીયા સામેલ છે. CWCમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એકે એન્ટની, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ, ચરણજીત સિંહ ચન્ની અને આનંદ શર્મા સહિત 39 નેતા સામેલ છે. આ ઉપરાંત 32 કાયમી આમંત્રિતો, 9 ખાસ આમંત્રિતો, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સચિન પાયલટ, શશિ થરૂર, અશોક ચવ્હાણ, દીપક બાવરિયાના રૂપમાં નવા નામ સામે આવ્યા છે. CWCમાં ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન, દીપા દાસ મુનશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ આમંત્રિતોમાં પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને અલકા લાંબાનો સમાવેશ થાય છે.

These two leaders of Gujarat grew in stature, became members of the high powered committee of Congress

Anand News: આણંદના તત્કાલિન કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરો મુકવાને લઇને 3 લોકોની ધરપકડ કરાઇ છે. જો કે, પોલીસ તપાસમાં સ્પાય કેમેરા કાંડ અને મહિલાના વીડિયોને  લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ. ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

Anand Collector d. S. Explanation of Ketaki Vyas on the issue of trapping Gadhvi

RBI Bulletin: દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ભારતમાં મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેંટ ડેસ્ટીનેશન તરીકેની ઓળખ ધરાવતાં ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં બહાર પાડેલ તેના ઓગસ્ટ મહીનાના બુલેટિનમાં જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં દેશમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. આ કેટેગરીમાં 48 પ્રોજેક્ટ્સની સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને 45 પ્રોજેક્ટ્સની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. જો કે, બેન્કો/નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સના કુલ ખર્ચની વાત કરીએ, તો ગુજરાત 14 ટકાના હિસ્સા સાથે દેશમાં બીજા સ્થાને છે.

RBI Bulletin: Banks and financial institutions provided funds to the highest number of 82 projects in Gujarat

સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર હંમેશા જહેમતશીલ રહે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ સસ્તા દરે ટમેટા ઉપલબ્ધ કરાવ્યા બાદ હવે સરકાર ડુંગળી પણ લોકોને સસ્તામાં મળે તે માટે પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત લોકોને 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી આપવામાં આવશે. 21 ઓગસ્ટ સોમવાર એટલે કે આવતીકાલથી જ રાહત ભાવે ડુંગળીનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે. આ વેચાણ સહકારી એજન્સી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

government will now sell onions at a cheaper price of 25 rupees per kg from tomorrow

શેરબજારોમાં ઉથલપાથલને પગલે વિશ્વના અમીરોની રેન્કિંગમાં પણ બદલાવ જોવા મળ્યો છે. જેમાં બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં સામેલ ટોપ-10 અબજોપતિઓમાંથી 9 વ્યક્તિઓની સંપત્તિ ઘટી છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. જે 11મા સ્થાન પર છે. વધુમાં અદાણી ફરી એકવાર ટોપ-20માં પહોંચી ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીનો ખોવાયેલો દરજ્જો પણ ફરી મળ્યો છે. તેણે ફરી એકવાર ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પછાડી એશિયાના બીજા સૌથી મોટા અમીર વ્યક્તિની બન્યા છે. જ્યારે પ્રથમ નંબરે મુકેશ અંબાણી છે.

Gautam Adani has become the second richest person in Asia the first number is Mukesh Ambani

ભારતનું સૌથી મહત્વાકાંક્ષી સ્પેસ મિશન 'મિશન મૂન' ચંદ્રયાન -3 હવે ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે. તાજેતરમાં, લેન્ડર વિક્રમને અવકાશયાનથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું હતું અને શનિવારે મોડી રાત્રે ચંદ્રયાન ચંદ્રની બાજુથી માત્ર 25 કિમી દૂર હતું. હવે ચંદ્રયાનના લેન્ડિંગને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ISROએ મિશન મૂનને લઈને એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. ISROનું કહેવું છે કે લેન્ડરમાં ચાર મુખ્ય થ્રસ્ટર્સ છે જે તેને ચંદ્રની સપાટી પર ઉતરવામાં પૂરી મદદ કરશે અન્ય સેન્સર્સનું પણ પરીક્ષણ કરવામાં આવશે. લેન્ડિંગ પછી, છ પૈડાવાળું રોવર લેન્ડરમાંથી બહાર આવશે, જે ત્યાં એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી પ્રયોગો કરશે. અત્રે જણાવીએ કે, રશિયાનું મિશન મુન ક્રેશ થઈ ગયો છે ત્યારે દુનિયાની નજર ભારત પર છે.

Chandrayaan-3 updates: Countdown begins for soft-landing on Moon

ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે ટી 20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આયર્લેન્ડે ટોસ જીતીને ઇન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મહત્વનું છે કે જસપ્રિત બુમરાહના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ ડકવાર્થ લુઈસના નિયમને આધારે જીતી લીધી હતી. બે રનથી ભારતની જીત થઈ હતી. ત્યારબાદ આજની આ મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ જોરદાર પ્રદર્શન કરી 33 રને જીત હાંસલ કરી છે અને સિરીઝ પર કબજો જમાવી ઐતિહાસ રચી દીધો છે.

Team India won the second match played between India and Ireland

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ