બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / New epidemic in India after Koro! African swine fever spreads in Mizoram, killing 37,000 pigs

નવી બલા / કોરોના બાદ ભારતમાં નવી મહામારી ! મિઝોરમમાં ફેલાયો આફ્રિકન સ્વાઈન ફિવર, 37 હજાર ભૂંડોના મોતથી ફફડાટ

Hiralal

Last Updated: 08:57 AM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિઝોરમમાં આફ્રિકન સ્વાઈન ફીવરને કારણે 37 હજાર ભૂંડના મોત થતા ફફડાટ વ્યાપ્યો છે અને હવે તેને આપદા જાહેર કરવાની સરકારની તૈયારી છે.

  • કોરોના બાદ ભારતમાં નવી મહામારી શરુ થઈ
  • મિઝોરમમાં ઘાતક આફ્રિકન સ્વાઈન ફીવર ફેલાયો
  • 37 હજાર ભૂંડના મોતથી ફફડાટ 
  • આપદા જાહેર કરશે સરકાર

કોરોના મહામારીના સાક્ષી બનેલા ભારતમાં ફરી વાર એક નવી મહામારીએ જન્મ લીધો છે. કોરોના ચામાચિડીયા અને બીજા પ્રાણીઓમાં ફેલાયો હતો પરંતુ હવે મિઝોરમમાં આફ્રિકન સ્વાઈન ફિવર ફેલાયો છે અને તેને કારણે અત્યાર સુધી 37,000થી વધુ ભૂંડના મોત થયા છે. આ ઘટનાને પગલે સરકાર હરકતમાં આવી છે અને તેને આપદા જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. મિઝોરમમાં 7 જિલ્લાના 50 ગામોમાં આફ્રિકન સ્વાઈન ફિવરનો કોપ ચાલી રહ્યો છે. આ રોગને કારણે ભૂંડો ટપોટપ મરી રહ્યા છે અને માણસોમાં ફેલાવાનો ખતરો પણ વધ્યો છે. 

મિઝોરમમાં આફ્રિકન સ્વાઈન ફીવરને કારણે હજારો ભૂંડોના મોત 
મિઝોરમમાં આફ્રિકન સ્વાઈન ફીવર (એએસએફ)થી અત્યાર સુધીમાં હજારો ભૂંડના મોત થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે મિઝોરમની સરકારઆફ્રિકન સ્વાઇન ફિવરને આપદા જાહેર કરવાની તૈયારી કરી રહી છે.

મિઝોરમના સાત જિલ્લાના 50 ગામોમાં ફેલાયો સ્વાઈન ફિવર 
રાજ્યના પશુપાલન અને પશુચિકિત્સા પ્રધાન ડો.કે.બેઇચુઆએ એજન્સીને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઝોરમથાંગાએ રોગચાળાને રાજ્યની આપત્તિ તરીકે જાહેર કરવાની સંમતિ આપી દીધી છે. મિઝોરમના સાત જિલ્લાના 50 થી વધુ ગામોને આ રોગની અસર થઈ છે.

આફ્રિકન સ્વાઇન ફિવરને આપદા જાહેર કરાશે 
મંત્રી ડો.બિછુઆએ જણાવ્યું હતું કે, આફ્રિકન સ્વાઇન ફિવરને આપદા જાહેર કરતું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. રાજ્યના પશુચિકિત્સા વિભાગે 25 મેના રોજ ડુક્કરના મૃત્યુના આંકડા જાહેર કર્યા છે. આંકડા મુજબ ગયા વર્ષે માર્ચથી 25 મેની પહેલી તારીખ સુધીમાં આ બીમારીના કારણે 37 હજારથી વધુ ભૂંડના મોત થયા છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

આ વર્ષે 3,890 ડુક્કરોના મોત 

આફ્રિકન સ્વાઈન ફીવર અંગેના અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં 14,174 ભૂંડોની કતલ કરવી પડી હતી. આ વર્ષે ફેબ્રુઆરીથી 25 મે સુધીમાં લગભગ 3890 ડુક્કરના મોત થયા છે.રિપોર્ટ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આફ્રિકન સ્વાઈન ફિવરથી બચવા માટે 3,264 ડુક્કરોના મોત થયા છે. મંત્રી ડો.બિષ્ટુઆએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને આ રોગને કારણે મૃત્યુ પામેલા ડુક્કરોના બદલામાં વળતરની રકમ મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ