બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / NCP collapses but CM's heart rate rises in this state: Is the government going to change in 72 hours?

સત્તાના સોગઠાં / NCP તૂટી પણ આ રાજ્યના CMના વધી ગયા ધબકારા: શું 72 જ કલાકમાં બદલાઈ જવાની છે સરકાર? જાણો કેમ લાગી રહી છે અટકળો

Priyakant

Last Updated: 02:06 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Political Crisis News: મહારાષ્ટ્રની હલચલ વચ્ચે નીતિશ કુમાર સાથેની બેઠક બાદ સવાલો ઊભા થયા છે કે, શું બિહારમાં સરકાર બદલાશે? શું આગામી 72 કલાકમાં બિહારના રાજકીય પવનની દિશા બદલાશે?

  • મહારાષ્ટ્રમાં NCPમાં ઘમાસાણ બાદ હવે બિહારની મોટા સમાચાર 
  • CM અને તેમના એક ખાસ વ્યક્તિની ગુપ્ત બેઠક ભારે ચર્ચાનો વિષય
  • તો શું હવે બિહારમાં સરકાર બદલાશે? બેઠક બાદ અનેક સવાલો 

મહારાષ્ટ્રમાં NCPમાં ઘમાસાણ બાદ હવે બિહારની મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, બિહારના મુખ્યમંત્રી અને તેમના એક ખાસ વ્યક્તિની ગુપ્ત બેઠક ભારે ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ બિહારના CM નીતિશ કુમાર અને તેમના ખાસ વિશ્વાસુ હરિવંશ નારાયણ સિંહ વચ્ચે એક ગુપ્ત બેઠક મળી હતી. જોકે અહીં એ પણ નોંધનીય છે કે, ચર્ચા મુજબ હરિવંશ નારાયણ સિંહ PM મોદીની પણ નજીકના કહેવામાં આવે છે. જોકે મહારાષ્ટ્રની હલચલ વચ્ચે નીતિશ કુમાર સાથેની બેઠક બાદ સવાલો ઊભા થયા છે કે, શું બિહારમાં સરકાર બદલાશે? શું આગામી 72 કલાકમાં બિહારના રાજકીય પવનની દિશા બદલાશે?  

બિહારમાં CM નીતિશ કુમાર અને તેમના ખાસ અંગત કહેવાતા હરિવંશ નારાયણ સિંહ વચ્ચે એક ગુપ્ત બેઠક મળી હતી. આ બેઠક બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે આ સવાલનો જવાબ અત્યારે કોઈની પાસે નથી, પરંતુ અટકળોનું બજાર ગરમ છે. હકીકતમાં સોમવારે મોડી રાત્રે નીતિશ કુમારે તેમના એક લેફ્ટનન્ટ સાથે 'ગુપ્ત' બેઠક કરી હતી. 

બિહારમાં એક મીટિંગ અને ઊભા થયા અનેક સવાલો 
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે મોડી રાત્રે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને નેતાઓની બેઠક એક આને માર્ગમાં થઈ હતી. સૂત્રોનું માનીએ તો બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ગુપ્ત બેઠક ચાલી હતી. નીતિશ કુમાર અને હરિવંશની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે. જોકે નોંધનીય છે કે, સોમવારે જ લેન્ડ ફોર જોબ્સ કેસમાં CBIની નવી ચાર્જશીટમાં ડેપ્યુટી CM તેજસ્વી યાદવનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ત્યારથી અટકળોનું બજાર ગરમ છે.

રાજકીય ચર્ચાએ જોર પકડ્યું
વાસ્તવમાં હરિવંશ નારાયણ સિંહ બિહારના CM નીતિશ કુમારના વિશ્વાસુઓમાંના એક છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં આ બેઠકના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, નીતીશ કુમારે તેમનું ટ્રમ્પ કાર્ડ રમી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કેમ મુખ્યમંત્રી નીતિશ કુમારે હરિવંશ નારાયણ સિંહને PM મોદીને સંદેશો આપવા માટે જ પટના બોલાવ્યા હતા.

ગુપ્ત બેઠક અને હરિવંશ દિલ્હી જવા રવાના થયા
બિહારની રાજનીતિ સમજનારાઓ માને છે કે, નીતિશ કુમાર RJDના દબાણમાં છે. તેમના પર તેજસ્વીને જલ્દી મુખ્યમંત્રી બનાવવાનું દબાણ છે. આવી સ્થિતિમાં હવે નીતિશ કુમારે હરિવંશને બોલાવ્યા. નીતીશ કુમારના આગ્રહથી સોમવારે તેઓ મોડી સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારને મળ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ પછી હરિવંશ સિંહ સીધા દિલ્હી જવા રવાના થયા. આ બેઠક એટલી ગુપ્ત હતી કે, મીડિયાના કેમેરા પણ હરિવંશને પકડી શક્યા ન હતા.

શું બહાર નીકળવાની યોજના ?
બંને નેતાઓની આ મુલાકાતનો રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યો છે. રાજકીય પંડિતો માને છે કે નીતિશ કુમાર રાજકીય રીતે ઘેરાયેલા છે. એક તરફ ભાજપ તેમના પર સતત પ્રહારો કરી રહ્યું છે. બીજી તરફ RJD સુપ્રીમો લાલુ પ્રસાદનું રાજકીય દબાણ અલગ છે. મતદારોનો મોટો સમૂહ પણ JDU-RJD ગઠબંધનને સ્વીકારી રહ્યો નથી. સૌથી મોટી વાત એ છે કે, હવે નીતીશની હાંક પણ સત્તામાં નબળી પડી રહી છે. તેથી નીતીશ કુમાર સન્માનજનક બહાર નીકળવા માટે જોઈ રહ્યા છે. એવી જોરદાર ચર્ચા છે કે, નીતીશ કુમાર ફરી એકવાર પલટવાર કરવાનું વિચારી રહ્યા છે!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ