બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Naynaba made a big revelation about Bhabhi Rivaba's surname-caste

રાજનીતિ / ભાભી રિવાબાની સરનેમ-જાતિને લઈને નયનાબાએ કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો અત્યાર સુધી કેવા કેવા આરોપ લગાવ્યા

Priyakant

Last Updated: 03:06 PM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે જ્યારથી રીવાબાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેઓ તેમના નણંદ નયનાબા તરફથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સામનો કરી રહ્યા છે

  • ચૂંટણી પહેલા જામનગરની ઉત્તર બેઠક ભારે ચર્ચાનો વિષય બની
  • ભાભી રિવાબાની સરનેમ-જાતિને લઈને નયનાબાએ કર્યો મોટો ઘટસ્ફોટ 
  • રીવાબા પર બાળ મજૂરીનો આરોપ, જ્ઞાતિ ઉપર પણ નયનાબાએ ઉઠાવ્યા સવાલો 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય પક્ષોના ઉમેદવારો એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. તેવામાં હવેમાં ઉત્તર જામનગરની બેઠક ભારે ચર્ચાનો વિષય બની છે. આ બેઠક ચર્ચામાં રહેવાનું કારણ આ બેઠક પર નણંદ અને ભાભી વચ્ચેનો વિવાદ છે. ભાજપે ઉત્તર જામનગર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. બીજી તરફ આ બેઠક પર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસ તરફથી પોતાની જ ભાભી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.

ભાજપે જ્યારથી રીવાબાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેઓ તેમના નણંદ નયનાબા તરફથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સામનો કરી રહ્યા છે. નયનાબાએ અત્યાર સુધી રીવાબા પર વિવિધ આક્ષેપો કર્યા છે. નયાબાએ ક્યારેક રિવાબા પર જાતિ માટે, તો ક્યારેક ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવા બદલ હુમલો કર્યો છે. આ સાથે નયનાબાના આક્ષેપો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તેણે કહ્યું કે જો હું હરીફાઈમાં ઊભી રહી હોત તો આ આરોપો અને પ્રતિઆક્ષેપો વધુ થયા હોત. જોકે નયનાબાએ કહ્યું હતું કે, ચૂંટણી સિવાય તેમના ઘરે તેમના સંબંધો સામાન્ય છે.

રીવાબા પર બાળ મજૂરીનો આરોપ

કોંગ્રેસના ઉત્તર જામનગર બેઠકના સ્ટાર પ્રચારક નયનાબાએ તેમની ભાભી રીવાબા જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે, તે પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. સહાનુભૂતિ મેળવવા માટે તે બાળકોને પ્રચાર કરી રહી છે. બાળકોનો ઉપયોગ બાળ મજૂરી હેઠળ આવે છે, તેથી કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓએ પણ ચૂંટણી પંચમાં રિવાબા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

રીવાબાની જ્ઞાતિ પર ઉઠાવ્યા સવાલો 

રીવાબા જાડેજાના નણંદ નયનાબાએ તેમને નિશાન બનાવતા તેમની જાતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નયનાબાએ દાવો કર્યો હતો કે, રિવાબાના નામાંકન ફોર્મ પર તેમનું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી તરીકે લખવામાં આવ્યું હતું. જેમાં કૌંસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ જણાવતા નયનાબાએ દાવો કર્યો હતો કે, તે રવીન્દ્ર જાડેજાની અટકનો ઉપયોગ માત્ર દેખાડો કરવા માટે કરી રહી છે જ્યારે બંનેના લગ્નને 6 વર્ષ થયા છે પરંતુ આજદિન સુધી રીવાબા તેમની અટક બદલી શક્યા નથી. 

આ સાથે નયનાબાએ રીવાબાને પૂછ્યું કે, તેઓ કેવી રીતે ઉત્તર જામનગરના લોકોને તેમને મત આપવા માટે અપીલ કરી શકે છે. નયનાબાએ કહ્યું કે, રીવાબા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના મતદાર છે, પરંતુ તેઓ જામનગર ઉત્તરમાંથી કેવી રીતે ચૂંટણી લડી શકે. રીવાબા પોતાના માટે પણ મત આપી શકશે નહીં, તો તે કેવી રીતે આશા રાખી શકે કે અન્ય લોકો તેમને મત આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ