બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા, ADR રિપોર્ટ જાહેર

રિપોર્ટ / દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા, ADR રિપોર્ટ જાહેર

Priykant Shrimali

Last Updated: 09:33 AM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian CM ADR Report : રાજકીય નેતાઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીઓમાં આપેલા ચુંટણી સોગંદનામા અનુસાર મમતા બેનર્જી ભારતના 31 મુખ્યમંત્રીઓમાં સૌથી ઓછા સંપત્તિ ધરાવનાર નેતા, જાણો કોની પાસે સૌથી વધુ સંપત્તિ ?

Indian CM ADR Report : હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ભારતના 31 મુખ્યમંત્રીઓમાં સૌથી ઓછા સંપત્તિ ધરાવનાર નેતા તરીકે બહાર આવ્યા છે. આ રિપોર્ટ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે માત્ર ₹15.40 લાખની સંપત્તિ છે. આ આંકડા મુખ્યત્વે રાજકીય નેતાઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીઓમાં આપેલા ચુંટણી સોગંદનામામાંથી લેવામાં આવ્યા છે.

ભારતના સૌથી અમીર અને ગરીબ મુખ્યમંત્રીઓ

આ તરફ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને TDP સુપ્રિમો ચંદ્રબાબૂ નાયડૂ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી છે, જેમની કુલ સંપત્તિ ₹931 કરોડથી વધુ છે. તેમની પાછળ અરુણાચલ પ્રદેશના પેમા ખાંડૂ (₹332 કરોડ) અને કર્ણાટકના સિદ્ધારમૈયાનો ક્રમ આવે છે.

સાદગી માટે જાણીતા છે મમતા બેનર્જી

મમતા બેનર્જી જેઓ રાજકીય જીવનમાં સાદગી માટે જાણીતા છે. અગાઉ પોતાના સોગંદનામામાં માત્ર 9 ગ્રામ સોનાની, જેની કિંમત ₹43,837 બતાવી છે તેની ઉલ્લેખ કર્યો છે. એમણે ન તો કોઈ જમીન છે કે ન તો પોતાનો ઘર. એટલું જ નહિ તેઓ મુખ્યમંત્રી હોવા છતાં સરકાર તરફથી કોઈ પગાર પણ લેતા નથી.

હવે જાણો શું કહે છે તેમના ભાઈ ?

મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જીએ કહ્યું કે, મમતા હવે અમારા પરિવારનો ભાગ નથી, તેઓ એક સાધિકા તરીકે જીવન જીવે છે. રાજ્ય સરકારની મંત્રી ડૉ. શશી પાંજાએ પણ મમતા બેનર્જીની પ્રશંસા કરતાં કહ્યું કે, મમતા બેનર્જી ત્યાગનું ઉત્તમ ઉદાહરણ છે. ભાજપે એમની સાદગીમાંથી શીખ લેવા જોઈએ.

આ પણ વાંચો : ભારત બનાવશે એવી સ્વદેશી સબમરીન કે, દુશ્મનોના છક્કા છૂટી જશે

ભાજપનો કર્યો આકરો પ્રહાર

આ તરફ ભાજપના નેતા રાહુલ સિન્હાએ મમતા પર આક્ષેપ મૂકતાં કહ્યું કે, મમતા બેનર્જી ડ્રામા ક્વીન છે. તેઓ ભલે ખુદના નામે સંપત્તિ ન રાખે, પણ તેમના પરિવાર પાસે હરીશ મુખર્જી રોડ પર 34 નોંધાયેલ સંપત્તિઓ છે. એમાં દરેક સંપત્તિની કિંમત 50 લાખ જેટલી છે, તો સમગ્ર સંપત્તિ કેટલી થશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

the poorest CM Indian CM ADR Report Mamata Banerjee
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ