બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 02:56 PM, 6 July 2025
Rajasthan Accident Video : રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક 22 વર્ષીય વ્યક્તિની કાર મસ્જિદ પાસે રસ્તાની બાજુમાં શાકભાજીની લારી સાથે અથડાયા બાદ તેની માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ તરફ યુવકની હત્યાને લઈ હિંસક ઝઘડો થયો હતો. આ ઘટનાને કારણે પ્રદેશમાં કોમી તણાવ ફેલાયો હતો જેના કારણે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાકની અટકાયત પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજસ્થાન: ભીલવાડામાં મસ્જિદ પાસે શાકભાજીની લારી સાથે કાર અથડાયા બાદ દિવ્યાંગ વ્યક્તિની હત્યા#rajasthan #rajasthanpolice #bhilwara #cctv #viralvideo #crime #hitandrun #vtvdigital pic.twitter.com/hvTKAPjTvx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 6, 2025
વાસ્તવમાં સીતારામ અને અન્ય ત્રણ લોકો સિકંદર, દિલખુશ અને દીપક એક સંબંધીને મળવા ગયા પછી જહાજપુરથી ટોંક જિલ્લામાં પાછા ફરી રહ્યા હતા. તેમની સ્વિફ્ટ કારે લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળ પાસે શાકભાજીના ઠેકાણાને અકસ્માતે ટક્કર મારી હતી, જેના કારણે રસ્તા પર ડુંગળી ઢળી ગઈ હતી. સીતારામ કે જેમનો એક હાથ કામ કરતો નથી તેણે ગાડીના માલિક રઈસ ફકીરને નુકસાન માટે ચૂકવણી કરવાની ઓફર કરી. જોકે લગભગ 20 લોકોએ ગાડીને ઘેરી લીધી જેમાં નજીકની મસ્જિદના કેટલાક લોકોનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો. કાર ચલાવનાર સિકંદર સહિત અન્ય ત્રણ લોકોને પણ ટોળાએ માર માર્યો હતો.
ADVERTISEMENT
भीलवाड़ा के जहाजपुर में एक कार ठेले से टकराईं तो भीड़ ने कार सवार की पीट पीट कर हत्या की..
— Bhawani Singh (@BhawaniSinghjpr) July 5, 2025
रोडरेज से जहाजपुर में तनाव। प्रदर्शन। पुलिस फोर्स तैनात pic.twitter.com/fIXAbLYFcC
આ તરફ ટોળાએ કથિત રીતે કારના વાયરિંગ પણ કાપી નાખ્યા હતા, જેના કારણે ચારેય યુવાનો તે વિસ્તાર છોડી શક્યા ન હતા. સીતારામને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કાર ગાડી સાથે અથડાઈ રહી હતી અને અંધાધૂંધી વચ્ચે વાહનની આસપાસ ઝડપથી મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. યુવકના મૃત્યુ બાદ ઉશ્કેરાયેલા લોકો હોસ્પિટલમાં ભેગા થઈ ગયા હતા. પરિસ્થિતિની જાણ થતાં વિસ્તારમાં વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભીલવાડાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, તપાસ ચાલી રહી છે અને અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, સીતારામના પરિવારે ન્યાયની માંગણી કરી છે અને પોસ્ટમોર્ટમ માટે સંમત થયા નથી. સીતારામના ભાઈ સોનુ કીરે જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે આરોપીઓને ફાંસી આપવામાં આવે. મારા ભાઈની હત્યામાં (50 જેટલા) લોકો સામેલ હતા, તે મને મળવા આવ્યો હતો. સીતારામની કાકીએ કહ્યું કે, પોલીસે તો (જૂઠું) કહ્યું કે, તેના પર હુમલો થયો હતો અને તે તેનો મૃતદેહ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.