બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનું સૂરસૂરિયું! ટેરિફ વોર વચ્ચે નિર્મલા સીતારમણનું મોટું નિવેદન

નિવેદન / ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનું સૂરસૂરિયું! ટેરિફ વોર વચ્ચે નિર્મલા સીતારમણનું મોટું નિવેદન

Priykant Shrimali

Last Updated: 09:40 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nirmala Sitharaman : નાણાંમંત્રીએ કહ્યું કે, ભારત માત્ર પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે અને રશિયા સહિત જ્યાંથી પણ સસ્તું તથા સ્થિર ક્રૂડ તેલ મળતું હોય...

Nirmala Sitharaman : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લગાવ્યા બાદ હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે તેલ ખરીદવાના મુદ્દે સ્પષ્ટ અને દૃઢ નિવેદન આપ્યું છે. નાણાંમંત્રીએ જણાવ્યું છે કે, ભારત માત્ર પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે અને રશિયા સહિત જ્યાંથી પણ સસ્તું તથા સ્થિર ક્રૂડ તેલ મળતું હોય, ત્યાંથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.

અમારા નિર્ણય માટે કોઈ દબાણ માન્ય નહીં

એક ઇન્ટરવ્યૂમાં સીતારમણે સ્પષ્ટતા કરી કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ તેલ આયાતકાર છે અને તે પોતાની જરૂરિયાતો, કિંમતો અને લોજિસ્ટિક્સને આધારે નિર્ણયો લે છે. તેમણે કહ્યું, અમે અમારી જરૂરિયાતો અને રાષ્ટ્રીય હિતો પરથી નિર્ણય લઈએ છીએ. વિદેશી વિનિમય બચાવવો અને ઊર્જા સુરક્ષા જાળવવી એ અમારા માટે અતિ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલને GSTમાં કેમ સામેલ નથી કર્યા? નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કારણ

રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રહેશે

નાણામંત્રીએ ખાસ કરીને રશિયા પાસેથી તેલ ખરીદવાની વાતને આવરી લીધી હતી. તેમણે કહ્યું, રશિયાથી તેલ ખરીદવું એ ભારતની આર્થિક વ્યૂહરચનાનો ભાગ છે. અમે એ ખરીદી જરૂરથી ચાલુ રાખીશું અને અમને અમારા નિર્ણય લેવા માટે અન્ય કોઈની મંજૂરીની જરૂર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nirmala Sitharaman Donald Trump Tariff War
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ