બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:17 PM, 5 September 2025
Petrol-Diesel GST : ભારત સરકારે GST એટલે કે માલ અને સેવા કર (Goods and Services Tax)માં મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતાને રાહત આપવાનો છે. આ સંદર્ભે નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી. આ સાથે તેમણે પેટ્રોલ-ડીઝલને GSTમાં કરવા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત કેમ નથી?
જ્યારે નાણામંત્રીને પૂછવામાં આવ્યું કે પેટ્રોલ અને ડીઝલને GSTમાં કેમ સામેલ કરવામાં આવતાં નથી ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પહેલેથી જ તૈયારી કરી છે. અમે જ્યારે GST લાગુ કર્યો હતો ત્યારે પણ ઇચ્છતા હતા કે પેટ્રોલ-ડીઝલને તેમાં સામેલ કરીએ. પણ તે સમયે રાજ્યો તૈયાર નહોતા. આ સાથે નાણામંત્રીએ કહ્યું કે, જો રાજ્યો દર નક્કી કરવા માટે સહમત થાય, તો સરકાર પેટ્રોલ અને ડીઝલને પણ GSTમાં લાવી શકે છે. જોકે હાલ માટે આ અંગે કોઈ નવા પ્રસ્તાવ નથી, પરંતુ ભવિષ્યમાં શક્યતા બની શકે છે.
ADVERTISEMENT

99% વસ્તુઓ પર GST ઘટ્યો
ADVERTISEMENT
GSTમાં કરાયેલા સુધારાના પરિણામે મોટાભાગની વસ્તુઓ ખાસ કરીને જરૂરિયાતની ચીજો હવે વધુ સસ્તી થઈ છે. સીતારમણે જણાવ્યું કે, 99 ટકા વસ્તુઓ હવે પહેલા કરતા વધુ સસ્તી થઈ છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોને લોકો સુધી સરળતાથી પહોંચાડવાનો પ્રયાસ છે.

ADVERTISEMENT
કંપનીઓ માટે નહીં, જનતા માટે કર રાહત
આ સાથે નાણામંત્રીએ જણાવ્યું કે, સરકાર દર વર્ષે GSTની રચનામાં સુધારા લાવવાનું કાર્ય કરતી રહી છે. અમે વારંવાર આ તપાસ્યું છે કે ક્યાં કરના દર ઘટાડીને જનતાને સીધો ફાયદો આપી શકાય. હાલના સુધારા પણ એ જ દિશામાં છે. આ કંપનીઓ માટે નહીં, પરંતુ જનતાને ધ્યાને રાખીને કર કાપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : હવેથી વર્ષે 42000નો ફાયદો થશે, જુઓ GST 2.0 કઇ રીતે આમ આદમીને આપશે રાહત?
GSTના અમલ વખતે જે વિરોધ હતો તેને લઈને પણ સીતારમણે જવાબ આપ્યો અને કહ્યું કે, એક સમયે કોંગ્રેસ 'ગબ્બર સિંહ ટેક્સ' કહેતી હતી, આજે એ જ પક્ષ GST સુધારાના શ્રેય લઈ રહ્યો છે. આજની સ્થિતિમાં 91% ટેક્સ વસૂલાતી હોય તેવાં રાજ્યો પણ GSTનો ભાગ છે. આથી હવે વિપક્ષો પણ તેને મંજુરી આપી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.