બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલા બાદ ભારતનો સૌથી મોટો નિર્ણય, પાકિસ્તાન હવે આ ચીજો માટે તરસશે, ટોટલ પ્રતિબંધ

પહેલગામ એટેક / પહેલગામ હુમલા બાદ ભારતનો સૌથી મોટો નિર્ણય, પાકિસ્તાન હવે આ ચીજો માટે તરસશે, ટોટલ પ્રતિબંધ

Last Updated: 12:23 PM, 3 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામ હુમલા બાદ ભારતે અત્યાર સુધીનું સૌથી મોટું એક્શન લીધું છે જે પાકિસ્તાનની કમર તોડી નાખશે.

પહેલગામ હુમલા બાદ ભારતે એક મોટું એક્શન લેતાં પાકિસ્તાની આયાત-નિકાસ પર ટોટલ પ્રતિબંધ મૂકી દીધો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા 2 મેના રોજ જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ નિર્ણયને વિદેશી વેપાર નીતિ - FTP 2023 માં સુધારો કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હેઠળ, હવે પાકિસ્તાનથી આવતા કોઈપણ ઉત્પાદનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, પછી ભલે તે સીધી આયાત હોય કે પરોક્ષ રીતે ત્રીજા દેશ દ્વારા. આ પ્રતિબંધ 2023ની વિદેશ વેપાર નીતિમાં નવી જોગવાઈ તરીકે ઉમેરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આ સૂચનામાં સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લેવામાં આવ્યો છે. FTP માં ઉમેરવામાં આવેલ નવો વિભાગ "પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ" હેઠળ જણાવવામાં આવ્યો છે.

આયાત-નિકાસની શું અસર

ભારતના નિર્ણયને કારણે પાકિસ્તાનમાંથી કોઈ વસ્તુ આવશે કે નહીં કે જશે પણ નહીં આને કારણે પાકિસ્તાની જનતાને જોઈતી ચીજવસ્તુઓ નહીં મળે અને તેમને કારમી તંગી પડશે. આ પ્રતિબંધમાં કોઈપણ છૂટછાટ ભારત સરકારની વિશેષ મંજૂરી પછી જ આપવામાં આવશે. આ નિર્ણય 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યો છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.

વધુ વાંચો : 'પ્લીઝ! ઘર પાછા આવી જાઓ.. હું બાળકોને શું જવાબ આપું...' શિક્ષકની પત્નીનો વીડિયો વાયરલ

પહેલગામ હુમલા બાદ ભારતે લીધા અનેક પગલાં

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે અનેક પગલાં ભર્યાં હતા જેમાં વધુ એકનો ઉમેરો થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam Attack pahalgam attack pahalgam attack news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ