બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 AM, 24 August 2025
Weather Forecast: રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો જેવા કે ફરીદાબાદ, ગુરુગ્રામ, ગૌતમબુધ્ધ નગર અને ગાઝિયાબાદમાં 27 અને 25 ઓગસ્ટના રોજ વરસાદ રહેશે તેમં જણાવ્યું છે અને આ વરસાદને પગલે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. IMD એ 26 ઓગસ્ટના રોજ વાવાઝોડા અને તોફાન સાથે અતિશય ભારે વરસાદનું અનુમાન પણ લગાવ્યું છે. IMD એ આજે એટલે કે રવિવાર માટે સિવિલ લાઇન્સ, લાલ કિલ્લા, લાજપત નગર, નરેલા, બવાના, અલીપુર અને ITO સહિત ઘણી જગ્યાએ ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે આ સમય દરમિયાન ખાસ લોકોને સાવધાની રાખવા માટે કહ્યું છે. ભારે વરસાદના સમયમાં ટ્રાફિક જામ, રસ્તા પર પાણી, પાકને નુકસાન અને કાચા મકાનોને તકલીફ પડી શકે છે. લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે જરૂર ના હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહો. ઝાડ અને વીજળીના થાંભલા નીચે ના ઊભા રહો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો.
વરસાદને કારણે 11ના મોત
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં ભારે વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુ સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે થયેલી ઘટનાઓમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઝારખંડમાં સૌથી વધુ નુકસાન થયું છે. જ્યાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં બે-બે લોકોના મોત થયા છે. જ્યારે તમિલનાડુમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું અને ઉત્તરાખંડમાં એક મહિલાનું મોત થયું છે. હવામાન વિભાગે આજે પણ ઝારખંડના પલામુ, ગઢવા અને ચતરા જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
Satellite animation indicates intense to very intense convection over Jammu & Kashmir during past 6Hours and cloud mass are approaching from southwest towards northeast direction#JammuKashmir #RainAlert@ndmaindia @moesgoi @DDNewslive @airnewsalerts@PIB_India @PIBEarthScience pic.twitter.com/tpDzpY8GhN
— India Meteorological Department (@Indiametdept) August 24, 2025
ADVERTISEMENT
ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ
ઉત્તરાખંડના દેહરાદુન, નૈનીતાલ, બાગેશ્વર જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પૌડી, ગઢવાલ, ટિહરી, અલ્મોડા અને ઉધમસિંહ નગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
તો પશ્ચિમ રાજસ્થાનમાં પણ ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજસ્થાનમાં મોન્સૂન 'ટ્રફ લાઇન' સક્રિય થવાથી દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ હિસ્સાઓમાં 24 ઓગસ્ટના ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અને આ વરસાદ 24 અને 25 ઓગસ્ટના પણ યથાવત રહેશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ADVERTISEMENT
ગુજરાતમાં પણ આગામી સાત દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના અનુસાર ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયનો ભાગ)માં આજના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં લો પ્રેશર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટના રોજ ઓડિશ અને પશ્ચિમ બંગાળના તટ વિસ્તાર આસપાસ બંગાળની ખડીમાં ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં એક લો પ્રેશર બનવાની સંભાવના છે. મોન્સૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિ આસપાસ છે અને આ ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, દેહરી અને લો પ્રેશર વાળા વિસ્તારોન કેન્દ્રથી થઈને પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વી બંગાળની ખડી તરફ જશે.
Updated nowcast map for heavy rainfall over red colourd districts including Delhi-NCR, south Haryana, East Rajasthan, North Gujarat during next 3 hours. @moesgoi @airnewsalerts @DDNewslive @ndmaindia @dtptraffic @DDMA_official pic.twitter.com/vYkxiEqaxm
— India Meteorological Department (@Indiametdept) August 23, 2025
વધુ વાંચો: 'અમારી પાસેથી તેલ ખરીદવામાં તકલીફ હોય તો..' અમેરિકાના આરોપ પર જયશંકરનો સણસણતો જવાબ

આ રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા ભાગમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં જમ્મુ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, ઓડિશ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાનો સમાવેશ થાય છે. આમ મોન્સૂનની સક્રિયતાના લીધે દેશના મોટા ભાગના વિસ્તારોમાં આવનાર થોડા દિવસોમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. ખાસ કરીને એ વિસ્તારમાં લોકોને ખાસ સતર્ક રહેવાની ચેતવણી આપી છે જ્યાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.