ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'અમારી પાસેથી તેલ ખરીદવામાં તકલીફ હોય તો..' અમેરિકાના આરોપ પર જયશંકરનો સણસણતો જવાબ

નેશનલ / 'અમારી પાસેથી તેલ ખરીદવામાં તકલીફ હોય તો..' અમેરિકાના આરોપ પર જયશંકરનો સણસણતો જવાબ

Published By: Priyankka Triveddi

Last Updated: 06:51 AM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના 'નફાખોરી' ના આરોપને નકારી કાઢતા કહ્યું કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને તેના હિતમાં કામ કરી રહ્યું છે. તેમણે સપષ્ટ કર્યું કે ભારતની ઉર્જા નીતિ તેમની રણનીતિ અને સ્વાયત્તતાનો એક ભાગ છે. અને વૈશ્વિક ઓઇલ માર્કેટને સ્થિર રાખવામાં તે મદદરૂપ છે.

ADVERTISEMENT

ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ તેલ ખરીદીને 'નફાખોરી' કરી રહ્યું હોવાના અમેરિકાના આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવું માત્ર તેના દેશના હિતમાં નથી પરંતુ વૈશ્વિક બજારને સ્થિર રાખવા માટે પણ જરૂરી છે. નવી દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમમાં અમેરિકાને જવાબ આપતા જયશંકરે કહ્યું

"જો તમને ભારત પાસેથી તેલ અથવા રિફાઇન્ડ પેટ્રોલિયમ ખરીદવામાં તકલીફ હોય, તો તે ખરીદશો નહીં. કોઈ તમને દબાણ કરી રહ્યું નથી."

'અમેરિકા બીજા પર બિઝનેસનો આરોપ લગાવે છે'

હકીકતમાં વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ તાજેતરમાં ભારત પર રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને તેને રિફાઇન કરીને યુરોપ અને અન્યત્ર ઊંચા ભાવે વેચવાનો આરોપ લગાવ્યો હતો. નાવારોએ તેને 'નફાખોરી યોજના' ગણાવી હતી. આના પર જયશંકરે કટાક્ષ કરતા કહ્યું 'તે ખૂબ જ વિચિત્ર છે કે એક બિઝનેસ સમર્થક યુએસ વહીવટીતંત્ર અન્ય લોકો પર વ્યાપાર કરવાનો આરોપ લગાવી રહ્યું છે.' જયશંકરે પ્રશ્ન ઉઠાવ્યો કે રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ તેલ ખરીદનાર દેશ ચીન છે અને સૌથી વધુ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ખરીદનાર દેશ યુરોપિયન યુનિયન છે. પરંતુ કોઈ તેમના પર આંગળી ચીંધતું નથી.

શું યુરોપ પુતિનને મદદ નથી કરી રહ્યું?

જયશંકરે કહ્યું 'લોકો કહે છે કે અમે રશિયા-યુક્રેન યુદ્ધને ભંડોળ આપી રહ્યા છીએ અથવા પુતિનના ખજાનામાં પૈસા મૂકી રહ્યા છીએ. પરંતુ રશિયા અને યુરોપિયન યુનિયન વચ્ચેનો વેપાર ભારત-રશિયાના વેપાર કરતાં ઘણો વધારે છે. તો શું યુરોપ પુતિનના ખજાનામાં પૈસા નથી મૂકી રહ્યું?' વિદેશ મંત્રીએ સ્વીકાર્યું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા પાસેથી તેલ ખરીદીમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું

'આ અમારો અધિકાર છે. અમે તેને અમારી વ્યૂહાત્મક સ્વાયત્તતા કહીએ છીએ. અમે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છીએ જેથી વૈશ્વિક તેલ બજારમાં સ્થિરતા આવે. આ આપણા દેશના હિતમાં છે અને અમે તેને ક્યારેય છુપાવ્યું નથી. પરંતુ તે વૈશ્વિક હિતમાં પણ છે.'

રશિયા ભારતનું સૌથી મોટું ઓઇલ સપ્લાયર

જયશંકરે કહ્યું કે 2019-20માં ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો માત્ર 1.7 ટકા હતો. જે 2024-25માં વધીને 35.1 ટકા થયો. હવે રશિયા ભારતનું સૌથી મોટું ઓઇલ સપ્લાયર દેશ બન્યો છે. આ ફેરફાર ત્યારે થયો જ્યારે 2022માં રશિયાના યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા અને તેનું તેલ ખરીદવાનું બંધ કરી દીધું. આ પછી ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદવાનું શરૂ કર્યું. જયશંકરે ખુલાસો કર્યો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દા પર અગાઉના યુએસ વહીવટીતંત્ર સાથે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું 'તે સમયે યુએસ વહીવટીતંત્રે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને ભારત દ્વારા તેલ ખરીદવામાં કોઈ સમસ્યા નથી.'

વધુ વાંચો: 6G નેટવર્ક અને પહેલી મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડક્ટર ચિપને લઈ PM મોદીનું મોટું એલાન

Vtv App Promotion

G7 દેશો દ્વારા રશિયન ઓઇલ પર લગાવવામાં આવેલી પ્રાઇસ કેપનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું 'જ્યારે તમે પ્રાઇસ કેપ બનાવી હતી. ત્યારે તેનો અર્થ એ થયો કે તમે ધાર્યું હતું કે રશિયા સાથે તેલનો વેપાર ચાલી રહ્યો છે. નહીં તો તે સમયે પ્રાઇસ કેપની કોઈ જરૂર નહોતી.' જયશંકરે કહ્યું કે 2022 માં તેલના ભાવમાં વધારો થવાને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા હતી. તે સમયે ભારતે યુએસ વહીવટીતંત્ર સાથે આ મુદ્દા પર ઘણી વખત વાત કરી હતી. તેમણે કહ્યું 'તેલના ભાવ અંગે વૈશ્વિક સ્તરે ગભરાટ હતો. અમે રશિયા પાસેથી તેલ ખરીદીને બજારને સ્થિર કરવામાં મદદ કરી.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian crude oil policy India Russia oil trade Jaishankar to US

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ