બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં આ 5 બાબતો સાચી કે ખોટી, ચર્ચા જરુર થવી જોઈએ

ભારત / અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં આ 5 બાબતો સાચી કે ખોટી, ચર્ચા જરુર થવી જોઈએ

Last Updated: 08:30 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભીષણ દુર્ઘટના બની છે જેમાં 275 લોકોના જીવ હોમાઈ ગયા છે ત્યારે આ પ્લેન ક્રેશને લઈને કેટલીક બાબતો એવી છે કે તે સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે, પરંતુ આ બાબતોની ચર્ચા થવી જરૂરી છે.

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 (બોઇંગ 787-8 ડ્રીમલાઈનર)ની દુર્ઘટનાએ ઉડ્ડયન જગતમાં ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે. જેમાં બંને એન્જિનની એક સાથે નિષ્ફળતા, જે અબજો ઉડાન કલાકોમાં એક વાર બનતી દુર્લભ ઘટના માનવામાં આવે છે, આ દુર્લભ ઘટનાથી લઈને વિમાનની ટેકનિકલ ખામીઓ અને સાયબર હુમલાની શક્યતા સુધી, આ અકસ્માતે વ્યાપક ચર્ચાઓએ જોર પકડયું છે.

મુસાફર આકાશ વત્સના દાવાઓ, સાયબર સુરક્ષા નિષ્ણાતોની ચેતવણીઓ અને એક કથિત પૂર્વ CIA અધિકારી દ્વારા વાયરલ ટ્વિટે ક્રેશની આસપાસના રહસ્યમાં વધારો કર્યો છે. શક્ય છે કે આ બધી બાબતોનો આ અકસ્માત સાથે કોઈ સંબંધ ન હોય. પરંતુ આટલા મોટા અકસ્માત પછી, દરેક પાસાની ચર્ચા થવી જોઈએ. કારણ કે આ વાતો પાયાવિહોણી નથી. બધા કારણો પાછળ કોઈને કોઈ આધાર રહેલો છે.

1 - બંને એન્જિનની એક સાથે નિષ્ફળતા

ઘણા ઉડ્ડયન નિષ્ણાતો માને છે કે બંને એન્જિનની એક સાથે નિષ્ફળતા અત્યંત દુર્લભ છે, જેની શક્યતા અબજ ઉડાન કલાકોમાં એકવાર થાય છે. આ કેવી રીતે અને શા માટે બન્યું તેના પર ચોક્કસપણે ચર્ચા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર GE GEnx એન્જિનનો ઉપયોગ કરે છે, જે વિશ્વસનીય માનવામાં આવે છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એન્જિનોની એક સાથે નિષ્ફળતા 10 લાખમાંથી 1 ઘટના છે. કેટલાક સમાચાર સ્ત્રોતો અને નિષ્ણાતોએ બર્ડ હિટિંગ સંભવિત કારણ તરીકે ગણાવ્યું હતું કારણ કે અમદાવાદમાં પહેલા પણ આવી ઘટનાઓ બની છે.

જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બર્ડ હિટિંગથી બંને એન્જિન એકસાથે બંધ થઈ શકતા નથી. પક્ષીઓનો પ્રહાર સામાન્ય રીતે એક એન્જિનને અસર કરે છે, અને બીજું એન્જિન વિમાનને ઉડાડી શકે છે, જેમ કે 2009ના મિરેકલ ઓન ધ હડસન (યુએસ એરવેઝ ફ્લાઇટ 1549) માં જોવા મળ્યું હતું. આ ઉપરાંત કેટલાક મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પ્લેનની સંપૂર્ણ ફ્યુઅલ પ્લેન ટાંકી (58,000)ની સાથે હોય ત્યારે અમદાવાદમાં 43°C (100°F) તાપમાન એન્જિનની કામગીરીને અસર કરી શકે છે.

2 - આકાશ વત્સ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના (AI 171) પહેલા આકાશ વત્સે તે જ વિમાનમાં મુસાફરી કરતી વખતે કેટલીક ટેકનિકલ ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. આકાશ વત્સે દાવો કર્યો હતો કે દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ દરમિયાન વિમાનનું એસી યોગ્ય રીતે કામ કરી રહ્યું ન હતું. તેમણે કહ્યું હતું કે, 'ફ્લાઇટ દરમિયાન AC તાપમાનમાં વારંવાર વધઘટ થતી હતી, જે અસામાન્ય હતી. આનાથી સવાલ ઉભો થાય છે કે શું વિમાનની કુલિંગ સિસ્ટમમાં કે તેની સાથે જોડાયેલી અન્ય કોઈ સિસ્ટમમાં ગંભીર ખામી હતી'.

આ સિવાય વત્સે એમ પણ કહ્યું કે, 'વિમાનમાં સીટની સામે સ્થાપિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (ટીવી સ્ક્રીન) અને ક્રૂને બોલાવવા માટેનો કોલ બેલ કામ કરી રહ્યો નથી. સવાલ એ છે કે શું આ નાની ખામીઓ વિમાનના વ્યાપક ટેકનિકલ જાળવણીના અભાવ તરફ ઈશારો નથી કરતી? શું આવી ખામીઓને હળવાશથી લઈ શકાય? કમ્પ્યુટરને યોગ્ય રીતે કામ કરવા માટે ACની જરૂર પડે છે. શું પ્લેનમાં કોમ્પ્યુટરને ACની જરૂર નથી?

વત્સે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, ફ્લાઇટ દરમિયાન તેમણે વિમાનના પાછળના ભાગમાં અસામાન્ય ઉપર-નીચે હલનચલન જોયું હતું. આ દાવો એ સવાલ ઉભા કરે છે કે શું ટેકઓફ દરમિયાન ફ્લૅપ્સની આ હિલચાલ અકસ્માતનું કારણ બની હતી, કારણ કે નિષ્ણાતોએ કહ્યું છે કે, ખોટી ફ્લૅપ ગોઠવણી લિફ્ટના અભાવનું કારણ બની શકે છે.

Vtv App Promotion 2

3-સાયબર હુમલાને કારણે વિમાન તોડી પાડવામાં આવ્યું?

સાયબર સુરક્ષા સંશોધક રૂબેન સાન્ટા માર્થાએ 2019માં DEFCON કોન્ફરન્સમાં બોઇંગ 787ની ઇન-ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ (IFE) અને અન્ય નેટવર્ક સિસ્ટમોમાં સંભવિત નબળાઈઓનું વર્ણન રજૂ કર્યું હતું. તેમણે સૂચવ્યું કે આ સિસ્ટમોને હેક કરવાથી, વિમાનના કેટલાક બિન-મહત્વપૂર્ણ કાર્યો (જેમ કે લાઇટિંગ, સીટ નિયંત્રણો) પ્રભાવિત થઈ શકે છે. જોકે, તેમણે એવું કહ્યું ન હતું કે, આખું વિમાન ક્રેશ થઈ શકે છે. તેમના સંશોધનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહત્વપૂર્ણ સિસ્ટમો (જેમ કે ફ્લાઇટ કંટ્રોલ) ને હેક કરવી અત્યંત મુશ્કેલ છે કારણ કે આ સિસ્ટમો એર-ગેપ્ડ અને સુરક્ષિત છે. પરંતુ સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, વિમાનની બિન-મહત્વપૂર્ણ સિસ્ટમો (જેમ કે IFE, Wi-Fi) હેક કરવી શક્ય હોઈ શકે છે, પરંતુ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ્સનો ઉપયોગ કરવો અત્યંત જટિલ છે. 2015માં, ક્રિસ રોબર્ટ્સ નામના હેકરે દાવો કર્યો હતો કે તેણે એક વિમાનના એન્જિન નિયંત્રણો હેક કર્યા હતા, પરંતુ આ દાવો વિવાદાસ્પદ રહ્યો અને તેની કોઈ પુષ્ટિ થઈ ન હતી. ઉડ્ડયન સાયબર હુમલાઓ મુખ્યત્વે એરક્રાફ્ટ કંટ્રોલ સિસ્ટમને બદલે એરલાઇન સિસ્ટમ્સ (જેમ કે બુકિંગ, ચેક-ઇન) પર થયા છે.

2022માં, સ્પાઇસજેટ પર રેન્સમવેર હુમલો થયો હતો જેના કારણે ફ્લાઇટ્સ ખોરવાઈ હતી, પરંતુ તે ગ્રાઉન્ડ સિસ્ટમ્સ સુધી જ મર્યાદિત હતી. 2024માં, જાપાન એરલાઇન્સ પર સાયબર હુમલો થયો હતો, જેના કારણે ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો પરંતુ વિમાન સંચાલન પર તેની કોઈ અસર પડી ન હતી. છતાં આ સંશોધનનો વિષય છે. કારણ કે ટેકનોલોજી દરરોજ અપડેટ થઈ રહી છે. અન્ય લોકો પણ ભારત જેવા શાંતિપ્રિય દેશ વિરુદ્ધ દિવસ-રાત કાવતરું ઘડી રહ્યા છે.

આ પણ વાંચો: કિડનીના દર્દીઓ માટે છે કોવિડ વેક્સિન છે આશિર્વાદ સમાન!

4-પૂર્વ CIA અધિકારી દ્વારા ટ્વીટ

કથિત પૂર્વ CIA અધિકારી સારાહ એડમ્સનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્વીટ 9 જૂન 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ મુજબ, અફઘાનિસ્તાનમાં ISIએ ભારત પર અત્યાર સુધીના સૌથી મોટા હુમલાની યોજના બનાવી છે. આ હુમલો 2-3 દિવસમાં થવાનું કહેવાય છે. સારાહ એડમ્સ એક કથિત ભૂતપૂર્વ CIA વિશ્લેષક છે, જોશ રોગન જેવા પત્રકારો દ્વારા તેમની કુશળતાની નોંધ લેવામાં આવી છે. તેમણે અફઘાનિસ્તાન અને આતંકવાદ પર પુસ્તકો લખ્યા છે અને કામ કર્યું છે. જોકે, તેમના દાવાઓને ઘણીવાર સનસનાટીભર્યા માનવામાં આવે છે અને તેમની માહિતીની હંમેશા સત્તાવાર રીતે પુષ્ટિ મળતી નથી.

આ ટ્વીટનો સ્ક્રીનશોટ X પર વાયરલ થયો હતો, પરંતુ મૂળ ટ્વીટ નથી મળી રહી. આ ટ્વીટને ડિલીટ કરવામાં આવ્યું છે અથવા ખોટું ટ્વીટ વાયરલ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સારાહ એડમ્સનું પૂર્વ X હેન્ડલ (@TPASarah) એક્ટિવ છે.

5- પાઇલટ્સનો અનુભવ અને મેડે કોલ

કેપ્ટન સુમિત સભરવાલને 8200 કલાકનો ઉડાનનો અનુભવ હતો અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદરને 1100 કલાકનો ઉડાનનો અનુભવ હતો. આવા અનુભવી પાઇલટ્સ દ્વારા મેડે કોલ આપવામાં આવ્યો આવ્યો હોવા છતાં વિમાનને બચાવવામાં નિષ્ફળતા પ્રશ્નો ઉભા કરે છે. ઉડાન ભર્યા પછી 30-33 સેકન્ડમાં વિમાને ઊંચાઈ ગુમાવી દીધી. આટલા ટૂંકા સમયમાં એવું શું બન્યું કે અનુભવી પાઇલટ્સ પરિસ્થિતિને કાબૂમાં જ ન રાખી શક્યા?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

planecrash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ