ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પ્લેનમાં હવે પસંદગીની સીટ માટે નહીં આપવા પડે વધારાના પૈસા, બદલાઈ ગયો નિયમ

રાહતના સમાચાર / પ્લેનમાં હવે પસંદગીની સીટ માટે નહીં આપવા પડે વધારાના પૈસા, બદલાઈ ગયો નિયમ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:32 AM, 18 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઘરેલુ એવિએશન સેકટર હરણફાળ ભરી રહ્યું છે અને દુનિયાનું ત્રીજું સૌથી મોટી બજાર બની ગયું છે. અંહિયાના એરપોર્ટ પર રોજ 5-6 લાખ મુસાફરોની અવરજવર રહે છે ત્યારે હવાઈ મુસાફરોની સુવિધા માટે એવિએશન વિભાગે એક નવું કદમ ઉઠાવ્યું છે.

ADVERTISEMENT

Aviation News: ભારતમાં હવાઈ માર્ગે મુસાફરી કરતાં લોકો માટે એક રાહતના સમાચાર છે. ભારતમાં હવાઈ માર્ગે મુસાફરી કરતાં લોકોને હવે છુપા ખર્ચા સામે એક મોટી રાહત મળી શકે છે. કારણ કે હવે સરકારે ફ્લાઇટમાં પસંદગીની સીટ પસંદ કરવા પર લગતા એકસ્ટ્રા ચાર્જ પર રોક લગાવવા અને તમામ એરલાઇન્સ યાત્રીઓના અધિકારોને વધુ મજબૂત કરવા માટે નવા પગલાં ઉઠાવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને નિર્દેશ કર્યો છે કે તેઓ નક્કી કરે કે તેઓ કોઈપણ ફ્લાઇટમાં લગભગ 60% જેટલી સીટ્સની પસંદગી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જેનો અર્થ એ થયો કે વેબ ચેક ઇન કે સીટ સિલેક્શન દરમિયાન મુસાફરો પાસેથી લેવામાં આવતા વધારાના ચાર્જ પર રોક લાગશે.

Flight-Seats

ભારતમાં હવાઈ મુસાફરીને વધુ સરળ, પારદર્શક અને મુસાફરોને અનુકૂળ બનાવવા માટે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ એરલાઇન્સ દ્વારા લેવામાં આવતા વધારાના શુલ્કને નિયંત્રિત કરવાનો અને મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. છેલ્લા કેટલાક સમયથી અનેક એરલાઇન્સ ટિકિટ બુકિંગ બાદ અથવા વેબ ચેક-ઇન દરમિયાન પસંદગીની સીટ માટે વધારાની રકમ વસૂલતી હતી, જેને કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળતો હતો. હવે DGCAએ સ્પષ્ટ કર્યું છે કે આવી પ્રથાઓ પર રોક લગાવવામાં આવશે અને મુસાફરોને વધુ ન્યાયસંગત સેવા મળશે.

એક જ બુકિંગ પરના મુસાફરો માટે સાથે બેઠકોની વ્યવસ્થા

નવા નિર્દેશો મુજબ એરલાઇન્સને સુનિશ્ચિત કરવું પડશે કે એક જ PNR હેઠળ મુસાફરી કરતા મુસાફરોને શક્ય તેટલી નજીક અથવા બાજુની સીટ્સ ફાળવવામાં આવે. આ પગલું ખાસ કરીને પરિવારો અને ગૃપ માટે રાહતરૂપ બનશે. જેમને ઘણીવાર એકસાથે સીટ્સ મેળવવા માટે વધારાના ખર્ચનો સામનો કરવો પડતો હતો. DGCAએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. જેથી મુસાફરોને અનાવશ્યક આર્થિક ભારથી મુક્તિ મળે અને મુસાફરી વધુ આરામદાયક બને.

flight-rule

વધારાની સુવિધાઓ અને સ્પષ્ટ નીતિઓ પર ભાર

નિર્દેશોમાં એરલાઇન્સને રમતગમત અને સંગીતના સાધનોના પરિવહન માટે પારદર્શક અને મુસાફરોને અનુકૂળ નીતિઓ બનાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ પાલતુ પ્રાણીઓના પરિવહન અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. કારણ કે આ મુદ્દે મુસાફરોમાં ઘણીવાર ગેરસમજ ઉભી થાય છે. DGCAએ જણાવ્યું છે કે તમામ સેવાઓ સલામતીના નિયમોનું પાલન કરીને આપવામાં આવવી જોઈએ અને મુસાફરોને યોગ્ય માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવી જોઈએ.

આ પણ વાંચો: ઇન્દોરમાં ઇલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગથી શોર્ટ સર્કિટ, 3 માળના મકાનમાં આગ લાગતા 7 લોકોના મોત

vtv app promotion

મુસાફરોના અધિકારો અને વધતી હવાઈ મુસાફરી

સરકારે ખાસ કરીને મુસાફરોના અધિકારોનું કડક પાલન કરવાની જરૂરિયાત દર્શાવી છે. ફ્લાઇટ વિલંબ, રદ અથવા બોર્ડિંગનો ઇનકાર થવાના કિસ્સામાં મુસાફરોને તેમના અધિકારો વિશે સ્પષ્ટ માહિતી મળવી જોઈએ. એરલાઇન્સને તેમની વેબસાઇટ, મોબાઇલ એપ, બુકિંગ પ્લેટફોર્મ અને એરપોર્ટ કાઉન્ટર્સ પર આ માહિતી પ્રદર્શિત કરવાની ફરજ પાડવામાં આવી છે. વધુમાં રિજનલ ભાષાઓમાં પણ માહિતી ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને દરરોજ લાખો મુસાફરો એરપોર્ટ પરથી મુસાફરી કરે છે. આ પરિસ્થિતિમાં મંત્રાલયે મુસાફરોને વધુ સુવિધાઓ પૂરી પાડવાનું મહત્વપૂર્ણ ગણાવ્યું છે. જેમાં ‘ઉડાન યાત્રી કાફે’ જેવી પહેલ દ્વારા સસ્તું ભોજન અને મફત વાઇ-ફાઇ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aviation News Air Travel India DGCA new rules India

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ