ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઇન્દોરમાં ઇલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગથી શોર્ટ સર્કિટ, 3 માળના મકાનમાં આગ લાગતા 7 લોકોના મોત

National / ઇન્દોરમાં ઇલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગથી શોર્ટ સર્કિટ, 3 માળના મકાનમાં આગ લાગતા 7 લોકોના મોત

Published By: Bijal Vyas

Last Updated: 10:01 AM, 18 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભીષણ આગ લાગવાથી 7 લોકોના દુઃખદ મોત નિપજ્યા છે. આ ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું કહેવાય છે. એક ઘરની બહાર ઇલેક્ટ્રિક કાર ચાર્જ થઈ રહી હતી, જેના કારણે શોર્ટ સર્કિટ થઈને ત્રણ માળનું ઘર લપેટાઈ ગયું.

ADVERTISEMENT

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભીષણ આગ લાગવાથી 7 લોકોના દુઃખદ મોત નિપજ્યા છે. આ ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું કહેવાય છે. એક ઘરની બહાર ઇલેક્ટ્રિક કાર ચાર્જ થઈ રહી હતી, જેના કારણે શોર્ટ સર્કિટ થઈને ત્રણ માળનું ઘર લપેટાઈ ગયું. ઘટનાસ્થળે 10 થી વધુ લોકો હાજર હતા, જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 7 અન્ય લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહેવાલો અનુસાર, ઇન્દોરના તિલક નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ભીષણ આગ જોઈને રહેવાસીઓ અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે દોડી આવ્યા હતા. રહેવાસીઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો.

આ મકાન મનોજ પુગાલિયા નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે, જેઓ પોલીમરનો વ્યવસાય કરે છે. તેમણે મકાનમાં જ જ્વલનશીલ કેમિકલ્સ અને પોલીમરનો જથ્થો રાખ્યો હોવાથી આગ મિનિટોમાં આખા બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, પરંતુ સાત લોકો અંદર જ ફસાઈ ગયા હતા.

પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવાની ખાતરી આપી છે. આ દુ:ખદ અકસ્માતે ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરતી વખતે લેવાતી સાવચેતીઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચોઃ ઈદ મુબારક અને એકતાનો સંદેશ... PM મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

દુર્ઘટનામાં 7 લોકોનું મોત

ઈન્દોર કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે, "આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બે માળ ક્લિયર કરી દેવાયા છે અને ત્રીજા માળે તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે." ફાયર ફાઈટરો અને NDRFની ટીમો કાટમાળમાં હજુ પણ કોઈ ફસાયેલું છે કે કેમ તેની તપાસ કરી રહી છે. શાંત રહેણાંક વિસ્તાર અત્યારે ચીખ અને આક્રંદથી ગુંજી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

short circuit from ev charging 7 people dead indore

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ